________________
પ્રકરણ ૨] મદનમંજરી.
૧૮૬૮ બન્નેને ફતહળ થયું એટલે એ બગિચા ઉપર અમે રા જ કુ માર વખત સ્થિર રહ્યા. ત્યાં દેવતાના આકારને દર્શનથી રસા- ધારણ કરનારા અત્યંત સુંદર અને આકર્ષક બે ન્તર અનુભવ. રાજકુમારોને અમે ઉપરથી જોયા. એ બેમાંના એક
રાજકુમારને જોતાં જ અશરીરીના બાણપ્રહારથી મારી સખી (મદનમંજરી) હણાતી હોય એમ દેખાયું. એ બાણની વેદના સહન ન થવાથી મારી સખી મારી સાથે જમીન પર ઉદ્યાનમાં ઉતરી. તેઓની અમારી ઉપર નજર પડે એમ નજીકમાં આંબાના વનમાં એક આંબાના ઝાડ નજીક અમે સ્થિર રહ્યા અને મારી સખી તે આંખનું મટકું પણું માર્યા વગર એ બેમાંના એક રાજકુમારને જોઈ જ રહી. એ રાજકુમારની પણ એના ઉપર સહજ નજર પડી હોય એમ લાગ્યું. તે વખતે જાણે કેઈએ એ મારી સખીને સુખસાગરમાં ફેંકી દીધી હોય અથવા તો જાણે તેના આખા શરીરપર અમૃતને વરસાદ વરસાવ્યો હોય તેમ તે અપૂર્વ રસ અનુભવતી જોવામાં આવી. માજી ! ચોમાસામાં વાદળાને અવાજ સાંભબીને જેમ મયૂરિ (ઢેલ) હર્ષમાં આવી જાય છે તેમ તે વખતે મારી સખીના આખા શરીરે રોમાંચ ખડા થઈ ગયા, કદંબનાં ફળની પેઠે તેનું મુખ વિલાસથી મધુર જણાયું અને આખું શરીર રસમાં લદબદ થઈ જતું જણાયું. રસના પડવાથી જાણે નાચતી હોય, વારંવાર જાણે લજજા પામતી હોય, વિશાળ આંખવાળી તે જાણે હસતી હોય એવી રીતે એ તો એકચિત્તે કુમાર ઉપર દૃષ્ટિ નાખતી જ રહી. મારી સખીને એકચિત્તે રસમાં પડી ગયેલી જોઈ હું તો
વિચારમાં પડી ગઈ અને ઘણું હર્ષમાં આવી ગઈ. લવ લિકા ના મને વિચાર છે કે ખરેખર મારી સખી છે તે વિચારતરગે. ઘણી કાબેલ, અને વળી એની પસંદગી ઘણું આકરી
છે. પણ મને લાગે છે કે એ રાજકુંવરી પેલા સુંદર યુવાનથી રાજી થઈ છે, યુવાન પર આકર્ષાણી જણાય છે. અહાહા ! શું એ યુવાનનું રૂપ છે! શું એની લવણિકતા છે! ખરેખર ! એ બન્નેનો
ગ થાય છે તે કામદેવ અને રતિના સંબંધ જેવો મજાને થાય ! ખરેખર ! વિધાતાએ આ જોડલું તે બરાબર ઘડ્યું છે. અંતરના પ્રેમપૂર્વકના આ મેળાપથી આપણી ઈચ્છા પૂરી થઈ એમ લાગે છે. - “હું આવા આવા વિચાર મનમાં કરતી હતી તે વખતે ક્ષણવા- ૧ અશરીરીઃ-કામદેવ. એનાં ફૂલનાં બાણ બહુ આકરાં હોય છે. જેથી પ્રસ્તાવમાં તેનું વર્ણન થઈ ગયું છે.
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org