________________
પ્રકરણ ૨] મદનમંજરી.
૧૮૬૩ જુદે જુદે યોગ્ય સ્થાનકે સર્વ વિદ્યાધર રાજાઓ ગોઠવાઈને બેઠા. સ્વયંવરમંડપની બરાબર વચ્ચે પોતાના આખા પરિવારને લઇને રાજા કનકોદર બેઠા. મેં દીકરી મદનમંજરીને સુંદર વસ્ત્રો પહેરાવ્યાં, સારાં આભૂષણો ધારણ કરાવ્યાં, પગે અળતો ને શરીરે ચંદનાદિ સુગંધી દ્રવ્યની રચના કરી, સુગંધી માળા પહેરાવી અને એવી રીતે શણગારીને તેની સખી લવલિકાને સાથે લઈને અમે સર્વ સ્વયંવર મંડપમાં દાખલ થયા. એ અવસરે દેવાંગનાઓના શરીરસૌંદર્યની પણ હાંસી કરે એવું મદનમંજરીનું લાવણ્ય જોઈને વિદ્યાધર રાજાઓ પ્રબળ ચિત્તરંગોમાં મૂકી રહેલ હતા છતાં પણ મદનમંજરી ઉપર નિશ્ચળ દષ્ટિ રાખી જાણે ચિતરકામમાં ચિતરેલા જ હોય
તેવા સ્તબ્ધ બની ગયા. મેં દરેક વિદ્યાધર રાજાવિ ઘા ધર એને પરિચય કરાવવા માંડયો, દરેક રાજાનું મેં પરિચય. વર્ણન કરી બતાવ્યું. એનાં દરેકનાં નામે બતાવ્યાં,
એનાં ગોત્રો સૂચવ્યાં, એ પ્રત્યેકનો વૈભવ કેટલો છે તે જણાવ્યું, એમનાં નિવાસસ્થાન કેવાં અને ક્યાં છે તે જણું વ્યાં, એ દરેક રાજાનું રૂપ કેવું છે તે જણાવ્યું, એ પ્રત્યેકના ગુણ ગણાવી દીધા અને દરેકનાં ચિહ્નો શાં છે તે બતાવી આપ્યું. એક એક રાજાને લેતી ગઈ અને તેની સર્વ હકીકત જણાવતી ગઈ. તે આ રીતઃ
દીકરી મદનમંજરિ ! જે, આ વિવૃદંત રાજાનો પુત્ર અમિતપ્રભ નામનો વિદ્યાધર રાજા છે, ગગનવલ્લભ નગરનો સ્વામી છે, ઘણું મોટી અદ્ધિવાળે છે, દેવતાના જે સ્વરૂપવાન છે, સર્વ કળાઓમાં એણે ઘણી પ્રવિણતા મેળવી છે, એની ધજામાં સુંદર મેરનું ચિહ્ન છે અને એ વીજળીની જેમ ચમકારા મારતો બિરાજે છે.
વળી ! આ ગાંધર્વપુર નગરનો નાયક મહારાજા નાગકેસરીને પુત્ર ભાનુપ્રભ છે, મોટી શક્તિવાળો છે, મહાન ઋદ્ધિવાળે છે, અત્યંત મનહર આકૃતિવાળો છે, અનેક વિદ્યામાં પ્રવીણું છે, અનેક ગુણ રત્રોની ખાણ છે, બહુ પ્રખ્યાત છે અને એની ધજામાં ગરૂડ શેભી રહેલ છે.
વળી આ રથનપુર ચક્રવાળપુરના મહારાજા રતિમિત્રનો પુત્ર તિવિલાસ નામને છે, એની પાસે ઘણું દેલત અને ઋદ્ધિ છે, મુવર્ણ સમાન એનું શરીર સુશોભિત છે, એ સર્વવિજ્ઞાનનો સાગર છે,
૧ ચિઠ એના બે અર્થ છે: (૧) ખાસ હકીકત-ગુણવિગેરે. (૨) ધ્વજ રાજ્યદંડમાં દરેક રાજાઓનાં જુદાં જુદાં ચિ હોય છે. કોઈને ગરૂડ, કોઈને હાથી વિગેરે. અત્યારે પણ દરેક રાજ્યનાં જુદાં જુદાં standard હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org