SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૮ કરી, સર્વત્ર શેધ ચલાવી અને તે આંબાના વૃક્ષને વારંવાર જોયું. આખરે થાકીને અમે બન્ને તે વૃક્ષની નીચે જમીન પર બેસી ગયા. તે વખતે અમે અમારી પછવાડે પાંદડાંઓમાં કેઇના ચાલવાનો ખડ ખડ અવાજ સાંભળે, એ અવાજ સાંભળતાં જ મારી ડેક તે તરફ એકદમ વળી, તે વખતે એક અત્યંત સુંદર સ્ત્રીને મેં જોઈ, તેનું શરીર સારા આકર્ષક બાંધાવાળું જણાતું હતું અને તેની ઉમર મધ્યમ લાગતી હતી. તેની સાથે એક બીજી સાધારણ સ્ત્રી જોવામાં આવી. ગઈ કાલે જે બે સ્ત્રીઓને મેં જોઈ હતી તેમાંની એક–સુંદરી સાથેની રૂપાળી નહિ એવી બીજી સ્ત્રી હતી તે તે જ હતી.' તે બન્ને સ્ત્રીઓ અમારી તરફ આવતી હોય તેમ જણાયું, હું અને કુલિંધર ઊભા થયા અને અમારી ગરદન તેમના તરફ નમાવી. એ બેમાંની પેલી સુંદર શરીરવાળી મધ્યમ વયની સુંદરી મારી સામે જોઈ રહી અને મને જોતાં જોતાં એની આંખોમાં આનંદનાં આંસુ આવી ગયાં. પછી તે મને ઉદ્દેશીને બોલી “વત્સ ! મારા આયુષ્ય વડે પણ તું બહુ વધારે જીવ !” કુલંધર તરફ ફરીને બોલી “પુત્ર! તું લાંબા આયુષ્યવાળો થા !” વળી તે કુલંધર તરફ જોઇ બોલવા લાગી “તમને બન્નેને મારે એક ખાસ જરૂરી વાર્તા કહેવાની છે તેથી ભાઈ! તું રાજપુત્રને નીચે બેસાડ.” કુલંધરે જવાબ આપ્યો. “જેવી માતાજીની આજ્ઞા ! ” પછી એણે પિતાના હાથે જમીનનું તળિયું સાફ કરી નાંખ્યું, જમીન પર પડેલાં પાદડાં અને તરખલાં દૂર કરી દીધાં એટલે અમે સર્વ શુદ્ધ સ્થળ પર બેઠા. પછી મને ઉદ્દેશીને એ પ્રૌઢ સુંદરી પિતાની કથા કહેવા લાગી. તેણે કહેલી રસમય કથા આનંદ આપે તેવી છે તે આપણે આવતા પ્રકરણમાં વાંચશું. ૧ જુઓ ઉપર પૃ. ૧૮૫૭, પંક્તિ. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy