________________
૧૮૫૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ ધરે પેલી પારકી સ્ત્રી પર નજર નાખતાં મને જે હશે તે એ અવસરે મારે માટે શું ધાર્યું હશે !“પછી અત્યંત લજજાપૂર્વક તે ને જુએ તેમ તેનું (કુલંધરનું) મુખ હું વારંવાર જોવા લાગ્યો અને તેના પર કેવી અસર થઈ છે તે તપાસવા લાગ્યો. મારે મિત્ર ઘણે
કાબેલ હતો, અંદરનો આશય તુરત સમજી જાય સમજુ મિત્રની તે હતા અને કળામાં અત્યંત કુશળ હતો તેથી અવસરે ચિતતા. એણે પણ વાત ફેરવી અને તીવ્ર મધુર વિનિપૂર્વક
મને કહ્યું “કુમાર ! આપણે ઘણી વાર ક્રીડા કરી, બપોર થઈ ગયેલ છે, હવે અહીં વધારે શામાટે રહેવું જોઈએ? ચાલે, આપણે હવે ઘેર જઈએ.” એટલે મેં પણ તુરત જવાબ આ “હા ભાઈ! તને ગમે તે કરીએ, ચાલ.” પછી અમે બન્ને ત્યાંથી તે જ વખતે ઘરે ગયા અને દિવસનાં બાકીનાં અમારાં કર્તવ્ય કર્યા.
રાત્રીએ ગુણધારણની દશા, રાત્રે મારા પલંગમાં હું એકલે પડ્યો એટલે પાછી પેલી મૃગનયની અમદા મારી પાસે (કલ્પનામાં) આવી. જે પવિત્ર પુદય મિત્ર માટે સહાયક રહ્યો ન હોત અને મારી એ અવસ્થામાં મને ખરેખરી મદદ કરી ન હતી તે એ પ્રમદા તે મારા ચિત્ત ઉપર વારંવાર લાગીને એક મોટા શલ્ય જેવી થઈ પડીને પછી મારા શા હાલ કરત તે કાંઈ કહી શકાય નહિ. એ સ્ત્રી તો મારા હૃદય ઉપર ઘા મારવા લાગી, પરંતુ મારી મદદમાં મારે પુણ્યોદય મિત્ર બરાઅર હાજર રહ્યો તેથી તે બહુ પીડા કરનારી થઈ શકી નહિ. નિર્દોષ પુણ્યદય મિત્ર સાંસારિક પદાર્થો ઉપર પ્રાણીઓનાં મનને દ્રઢ બંધન વગરનું બનાવી દે છે એટલું છતાં પણ એ પ્રમદાને સંભાર / ૧ ગુણધારણ-સંસારજીવની કેટલી પ્રગતિ થઈ ગઈ છે એ વિચારવા 'જેવું છે. અનેક દોષોને મંદિર એ જીવ અત્યારે પરસ્ત્રી સામે નજર કરતાં મિત્ર જુએ તે જ્ઞાનથી પણ લજવાય છે એ તેની ઘણી યુગપ્રગતિ બતાવે છે. હજુ બાહ્ય દષ્ટિ ચાલુ છે તેનું પણ અત્ર સૂચવન થાય છે. મિત્ર જુએ તે ખોટું એટલે તેને ખ્યાલ છે, પણ આત્મગુણદષ્ટિ હજુ જોઈએ તેટલી તેનામાં ખીલી નથી. મિત્ર ન હોય તો હજુ પરસ્ત્રીને એ એકલો એકલો વગર લજજાએ ધારી ધારીને જુએ. પ્રગતિનાં ૫ગથી વિચારવા યોગ્ય છે.
: ૨ પુણ્યદય જ્યારે નિર્દોષ હોય ત્યારે સાંસારિક પદાર્થો સાથે તાદાઓ ભાવ કરાવતું નથી, પ્રેમ થાય પણ તે વગર ન જ ચાલે એવું મન થતું નથી, અણધારણને સ્થાને બીજે હેત તે તેને તે રાત્રે ઉંઘ આવત નહિ. આ પુણ્યાનુ બધી (નિર્દોષ) પુરય સમજવું. બીજા સદોષ પાપાનુબંધી પુણ્યમાં વસ્તુ તે મને છે, પણ મેળવતાં પહેલાં બહુ ઉપાધિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org