SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પાડવામાં આવી. એવી રીતે લોકેને ચમત્કાર ઉત્પન્ન કરે એવો મારે જન્મમહોત્સવ થઈ રહ્યો, સર્વત્ર આનંદ પ્રસરી રહ્યો, વધામણીના શબ્દો ચિતરફ ગાજી રહ્યા. ત્યાર પછી ગ્ય સમયે અત્યંત આનંદપૂર્વક મારા પિતાએ મારૂં ગુણધારણ નામ પાડ્યું. પાંચ ધા' મને ઉછેરવા લાગી. તેમના હાથમાં સ્વર્ગમાં જેમ દેવ વૃદ્ધિ પામે તેમ સુખસાગરની વચ્ચે રહી હું ઉછરવા લાગ્ય, મેટ થવા લાગ્ય, અનેક પ્રકારનાં સુખોને અનુભવ કરવા લાગ્યો. ગુણધારણ કુલંધર મિત્રી.. મારા પિતાને સગોત્રીય અને ભાયાત એક વિશાલાક્ષ નામને રાજા હતો, મારા પિતાશ્રીને અને તેને અત્યંત ગાઢ મૈત્રી હતી. બન્ને એક બીજાના છવજાન મિત્ર હતા. એ વિશાલાક્ષ રાજાને કલંધર નામને પુત્ર હતું. મારા પિતાને કુલંધર કુમાર ઉપર ઘણે એહ હતા અને તેને લઇને તે અમારા સપ્રદ નગરમાં રહેતો હતો. એ કુલધરને અને મારે ઘણો સ્નેહ થતો ગયો, ધીમે ધીમે દસ્તી વધતી ચાલી અને આખરે અમે બન્ને ઘણુ ગાઢ મિત્ર થયા. એ કુલંધર બહુ વિશુદ્ધ હૃદયવાળો હતો, સુંદર રૂપવાળે હતો, ભાગ્યશાળી હતા, પ્રવીણ હતા, સર્વ ગુણેથી સંપન્ન હતું અને ખરેખર કુલંધર નામને દીપાવનાર હતો. એ શુદ્ધ બુદ્ધિવાળા સદ્ગુણ મિત્રની સાથે હું વધવા ઉછરવા લાગ્યો અને અમે બંને સદ્ભાવપૂર્વક પરસ્પર અતિ સેહાળ થયા. ત્યાર પછી અમે કળાને એકસરખે અભ્યાસ સાથે રહીને કર્યો, સાથે ક્રીડાઓ કરી, નિર્દોષ રમતો સાથે રમ્યા અને આખરે કામદેવના મંદિરસ્વરૂપ યૌવન અવસ્થાને પ્રાપ્ત થયા. આહાદમંદિરમાં તારામૈત્રક અમારા પ્રમોદ નગરથી થોડે દૂર એક અતિ સુંદર મેરૂપર્વતના નંદનવનસમાન આહાદમંદિર નામનો બગિચો હતો. અમને બન્નેને એ બગિચે બહુ પસંદ આવી ગયું હતું, એને જોતાં અમારી આંખોમાં ૧ પાંચ ધાઃ (1) દુધ ધવરાવનાર તે ક્ષીરધાત્રી. (૨) કપડાં પહે રાવનાર તે મંડન ધાત્રી. (૩) નવરાવનાર તે મજજનધાત્રી. (૪) રમાડનાર તે કીડનધાત્રી. (૫) ખેાળામાં બેસાડનાર તે ઉસંગધાત્રી. ૨ કલંધરને અસલ અર્થ વંશ ધારક, કુળને વધારનાર-દીપાવનાર થાય છે. ઉમદા વિચારવાળા સુભગ પુણ્યવાન ગુણસંપન્ન કળને ધારણ કરી રાખે છે, દીપાવે છે તેમાં નવાઈ જેવું જરા પણું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy