________________
પ્રકરણ ૧] ગુણધારણ કુમાર.
૧૮૫૫ શત્રુરૂપ હાથીઓનાં ગંડસ્થળોને તોડી નાખનાર અને ખરેખર પુરૂષાર્થની ખ્યાતિવાળો એક મધુવારણ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ રાજા પિતાના ( રાજ્યના) પૈસા સર્વેના છે (સર્વસાધારણ છે ) એમ માનીને સર્વના ઉપયોગમાં આવે તેવી રીતે ખરચતો હતો, લેકેપયોગી કાર્યમાં તેનો વ્યય કરતો હતો. એનામાં આત્મવિશ્વાસ એટલે બધે હતો કે એની સ્ત્રી અત્યંત સ્વરૂપવાળી હતી છતાં પણ એણે જનાનખાનામાં રખવાળો રાખ્યા ન હતા, એને રખવાળે રાખવાની જરૂર જ લાગી ન હતી. એને રૂપ અને લાવણ્યથી ભરપૂર કમળાક્ષી સુમાલિની નામની ઘણું ઉત્તમ કુળમાં જન્મેલી અનેક ઉત્તમ ગુણવિભૂષિત મહારાણી હતી. એણે એક ઘણી આશ્ચર્ય ઉપજાવે તેવી વાત કરી હતી. એણે રાજાને પોતાના હૃદયમાં રાખ્યો હતો છતાં પિતે રાજાના હૃદયમાં રહી શકી હતી. તે અનેક સુગુણેથી વિભૂષિત હતી.
ગુણધારણ જન્મ પુણ્યોદયની સાથે મારી સ્ત્રી ભવિતવ્યતાની પ્રેરણાથી હું એ નિપુણ ધર્મચારિણું મહાદેવ સુમાલિનીની કુક્ષિમાં પુત્રપણે દાખલ થશે. એગ્ય સમય પૂરો થતાં હું બહાર આવ્યું, મારું શરીર સર્વ અવયે સુંદર હતું. મારી સાથે મારે પુણ્યોદય મિત્ર પણ બહાર આવ્યું. મારો જન્મ થતાં જ ચારે તરફ આનંદરસ જામી ગયો, ચારે તરફ નાદ થવા લાગ્યા, સંગીતના જલસાઓ થવા લાગ્યા અને રાજા મધુવારણનું આખું રાજ્યમંદિર હર્ષથી ઉભરાઈ જવા લાગ્યું. તે વખતે જે આનંદ થયો તેનું વર્ણન કરવું અશક્ય છે. તે વખતે જે વધામણુઓ દેવામાં આવી તેનો વિસ્તાર અવર્ય છે. મારા પિતા મધુવારણને ઘણો આનંદ થયે, સુંદર રાસો અને નાચો તેમજ વિલાસ ઉભરાવા લાગ્યા, અનેક વાજિંત્રો વાગવા માંડ્યાં, લેકોને ઉજાણીઓ આપવામાં આવી, ખાવાનું પુષ્કળ વહેંચવામાં આવ્યું, ગાયનોનો તે કઈ જગ્યાએ જરા પણ હિસાબ જ રહ્યો નહિ, લહેરી લાલાઓ દારૂના કેફમાં મસ્ત થઈ આમતેમ ભમવા લાગ્યા, સુંદર વનિતા (સ્ત્રી)
ઓ સાથે વામનો નાચવા લાગ્યા, કુબડાઓ અને મકરાઓ હાસ્ય વિદ કરવા લાગ્યા, જેને જે જે વસ્તુની ઈચ્છા થતી તે સર્વ પૂરી
૧ આ અરસ્પર પ્રેમસૂચક વાકય છે. દેખીતો વિરોધ વિચાર કરવાથી શમી જાય તેમ છે.
૨ રાસઃ ધ્વનિ, કેળાહળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org