________________
પ્રકરણ ૧૭]. ઉપસંહાર
૧૮૪૧ કોધાદિ પાપોને જ્યારે એને યોગ થયો હતો ત્યારે તે એને સમ્યગદર્શન સેનાપતિને મેળાપ પણ થયો નહોતે, તેની સાથે તેને ઓળખાણ પણ નહોતી અને જરાએ સંબંધ પણ તેની સાથે સંસારીજીવને ન હતો. એ વખતે તે આ સંસારીજીવ કેઈ પણ “પ્રકારના ગુણ વગરનો હતો અને એ તકને લાભ લઈને એ ક્રોધાદિ “પાપીઓ પિતાની અસર આ સંસારીજીવ ઉપર ચલાવે અને સંસારજવ તેમના કહેવા પ્રમાણે નાચ કરે, ચેષ્ટા કરે, તેમાં મને કાંઈ નવાઈ જેવું લાગતું નથી, એ વાતમાં હવે મને કોઈ વિશેષતા લાગતી “ નથી; પણ આ મહામહ અને પરિગ્રહે તો ભારે જબરી વાત કરી, ન ઉકેલી શકાઈ એવી ઇંચ ઊભી કરી, ન સમજી શકાય તેવી પરિસ્થિતિ નીપજાવીઃ એમણે (મહામહ પરિગ્રહ) તે સંસારીજીવને “સમ્યગદર્શન જે સેનાપતિ મળ્યો તો પણ એનો દીર્ઘ કાળ સુધી સંસારમાં પાત કરાવ્યો અને ચારે તરફ લગભગ સર્વ સ્થાનકેમાં
એને રખડા ! ત્યારે મહામહ અને પરિગ્રહ તો ગુણ પ્રાપ્ત કરેલા“સગુણીને પણ મહા અનર્થ કરનારા થઈ પડે છે. આટલા માટે એ “બ (મહામહ અને પરિગ્રહ) ખરેખર ઘણા આકરા-ભયંકર છે.
મને એક બીજી પણ વાત લાગે છે કે જ્યાં આ બે (મહા“મેહ અને પરિગ્રહ) હોય છે ત્યાં કોધ વિગેરે પાપીઓ જરૂર હોય છે અને તેટલા માટે જ મહામહને અગાઉ આખા સમુદાયાત્મક (મોટા પરિવારના મુખ્ય ભાગ) તરીકે વર્ણવ્યો જણાય છે. મહામહને મોટો રાજા ગણાવામાં આવ્યું છે અને આખા તેના વર્ગને તેની નીચેનો ગણાવામાં આવ્યો છે તેનું એ જ કારણ જણાય છે. અને વળી પરિગ્રહ પણ એ સર્વનો મેટો આધાર છે, ટેકે છે, “એ લેભને મિત્ર છે, લોભ નામ પણ ધારણ કરે છે અને મહામેહના લશ્કરમાં પૂછણેગા છણે છે અને મુખ્ય સ્થાન ભગવે છે.
આ પ્રમાણે હોવાથી સંસારીજીવના ગુણોને ખાસ ઘાત કરવાને એ બન્ન મૂળનાયકે થયા છે એમાં જરા પણ શંકા જેવું નથી. એ મહામહ અને પરિગ્રહ પિતે જાતે ઘણું જબર છે “અને એને ક્રોધ વિગેરે સહાય કરનાર છે, તેથી તેઓ પ્રાણીના ગુણોને બહુ ઘાત કરે છે અને જાતે એવા સમર્થ છે કે સેનાપતિ કે સદાગમની આવ જ થયા કરે તેની પણ દરકાર કરતા નથી. - ૧ એના પ્રશ્ન ખુલાસા વિગેરેના વર્ણન માટે જુઓ પ્ર. ૪. પ્ર. ૧૮ (૫. ૮-૩-૮૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org