SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ 1 પ્રગતિને માર્ગે. ૧૮૨૭ ધર્મદેશના આ દુનિયામાં મનુષ્યજન્મ પ્રાપ્ત થવો ઘણો મુશ્કેલ છે. એ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય તે પણ ખાસ કરીને જૈનધર્મની પ્રાપ્તિ થવી તેથી પણ વધારે મુશ્કેલ છે. બુદ્ધિશાળી માણસને એવી પ્રાપ્તિ થાય તે પછી એણે એનાથી પરમપદ પ્રાપ્ત કરવું જોઈએ. એમ “ન કરવામાં આવે તો શું થાય છે તે પણ તમે જાણી લે. આ સંસાર (ભાવ) રૂ૫ મોટા અને અંત વગરના લાંબા રસ્તામાં પડવાનું તેને થાય છે અને એવી મોટી મુસાફરી માટે પૂરતું ભાતું “ અને સારી રીતે ભરપૂર ખોરાક ન હોવાથી આખે રસ્તે હેરાન “થવું પડે છે, ત્રાસ વેઠવા પડે છે અને પરિણામે દુઃખની પરંપરા ભોગવવી પડે છે. વળી પ્રાણુએ જાણવું જોઈએ કે કુશળ કર્મો “ કરવાં એ સંસારસમુદ્રને તરવાનું મુખ્ય સાધન છે, માટે એણે સારા કર્મો જ કરવાં જોઈએ, કર્મયોગી થવું જોઈએ. આવો સારે મનુષ્યજન્મ મળે છે તેને નકામ ન કરી નાખવો જોઈએ, એને બનતે લાભ લેવો જોઇએ, એનાથી કામ કાઢી લેવું જોઈએ? સદાગમ પ્રાપ્તિ. કર્તવ્યનો આદ, સન્માર્ગ દર્શન, એ પ્રમાણે ધર્મધેષ મહારાજે દેશના આપી તે વખતે તે જ મુનિ પાસે આ મહામાં સદાગમ મહાશય ફરી વાર દેખાયા. તે વખતે મુનિરાજે જે વચન કહ્યાં તે સર્વ મારે ગળે ઉતર્યા, અને તે પર પ્રેમરૂચિ થયાં અને એ મુનિરાજને કહ્યું “સાહેબ ! મારું કર્તવ્ય શું છે તે આપશ્રી ફરમાવો.” ૧ આ નીચેના મૂળ લોકો મુખપાઠ કરવા જેવા છે. એને છંદ કુતવિલંબિત છે. मनुजजन्मजगत्यतिदुर्लभं, जिनमतं पुनरत्र विशेषतः । तदिदमाप्य नरेण सुमेधसा, विढपनीयमतोऽपि परं पदम् ॥ इतरथा पुनरेव निरन्तके, निपतितस्य सुभीमभवाध्वके । कुशलशम्बलमुत्कलमौदनं', ननु विनातुलदुःखपरम्परा ॥ इदमवेत्य जनेन विजानता, कुशलकर्मभवोदधितारकम् । इह विधेयमहो विफलं मुधा, न करणीय मिदं नरजन्मकम् ॥ १ खादन पाठांतर. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy