________________
૧૮૨૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ રાજનો સેનાપતિ સમ્યગ્દર્શન તૈયાર થશે. એની ઈચ્છા મારી પાસે આવવાની હતી પણ એણે પોતાની અક્કલથી કામ કરવા જતાં આગળ સખ્ત હાર ખાધી હતી અને આખરે સધની રાજનીતિ સાચી છે એમ તેને સ્વીકારવા યોગ્ય લાગ્યું હતું તેથી કોઈ પણ પ્રકારની શરૂઆત મારા સંબંધમાં કરવા પહેલાં તેણે સધ મંત્રીની સલાહ લેવી ગ્ય ધારી. લશ્કરી ખાતાના માણસો જે દિવાની ખાતાની સલાહ લેતા નથી તે ઘણી વાર આપત્તિમાં આવી પડે છે એ વાતને એને મારા સંબંધમાં અગાઉ સાક્ષાત્કાર થઈ ગયો હતો. આ સર્વ વિચારણું તેના ધ્યાનમાં હતી તેથી પ્રસ્થાન કરવા પહેલાં તે (સમ્યગદર્શન સેનાપતિ ) સબધ પાસે ગયે. તે વખતે તેઓ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ –
સમ્યગદર્શન-“આર્ય! તમે મને અગાઉ કહ્યું હતું કે તે વખતે તે બેસી રહેવું અને રાહ જોવી. હવે અવસર થાય છે? જે થયે હોય તે આપણું રાજાધિરાજને કહે કે ઘેરે ઘાલવા માટે–પ્રસ્થાન કરવા માટે મને હુકમ આપે. મને લાગે છે કે હવે મારે અવસર આવી પહોંચ્યો છે, મારે એ સંસારીજીવને હાથમાં લેવાને વખત થઈ ગયો છે.”
સદ્દબોધ–“ભાઈ? તું બહુ સારૂ બોલ્યો ! તે બરાબર તાગડે સાથે છે, અવસર જોઈ લીધો છે, તકને પકડી લીધી છે.”
સબંધે ત્યાર પછી મહારાજરાજેશ્વર ચારિત્રમહારાજને વિજ્ઞપ્તિ કરી. તેમણે મારી પાસે સમ્યગ્દર્શનને મેકલવા હુકમ આપે. તે વખતે વળી સમ્યગ્દર્શને પૂછવું –
સમ્યગદર્શન–“સાહેબ! આ નિર્દોષ પુત્રી વિદ્યાને મારી સાથે લઈ જઉ ? એ કન્યા પેલા સંસારીજીવને ભેટ કરું કે જેથી એને પણ સંતોષ થાય, એ રાજી થાય અને એનું આપણું તરફ વધારે ખેંચાણું થાય?”
૧ જુએ . ૫. પ્ર. ૧૯.
૨ આ સંબંધમાં ક. ૫. પ્ર. ૧૯ માં સદુધની રાજનીતિ વિગેર જરૂર સ્મરણ કરવા. એણે રાહ જોવાનું તે વખતે કહ્યું હતું (પૃ. ૧૩૧૧) તે અવસર હવે આવ્યો જણાય છે.
૩ વિધાનો પરિચય આ પ્રસ્તાવના પ્રકરણ ૧૪ માં થઇ ગયું છે, એ ચારિત્રરાજની કુમારી કન્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org