________________
પ્રકરણ ૧૬ ] રખડપાટે.
૧૮૧૯ વાણીઓ રહેતું હતું, તેની ઘનસુંદરી નામની ભાર્યા હતી. મને મારી સ્ત્રી ભવિતવ્યતાએ એક નવી ગેળી આવી તેના વેગથી એની કુખમાં હું પુત્રપણે ઉત્પન્ન થયે. મારું અમૃતોદર નામ પાડવામાં આવ્યું અને હું સારી રીતે ઉછરતો થયો. અનુક્રમે હું કામદેવના મંદિર જેવું યૌવન પામ્યું પરંતુ મારા ભાગ્યેગે તે વખતે હું કામદેવની સેવા કરવાને બદલે બીજે રસ્તે ચઢી ગયે.
એક દિવસ હું જંગલમાં જતો હતો ત્યાં સુદર્શન નામના એક બહુ ગુણવાનું અને જ્ઞાની ઊંચી શૈલીના સાધુનું મને દર્શન થયું, મારૂં તેમના તરફ ધ્યાન ગયું. તેઓશ્રીને પણ મનમાં મારા ઉપર કૃપા ઉત્પન્ન થઈ અને તેમણે મને ગ્ય દેશના આપી. ભદ્ર! અગ્રહીતસંકેતા ! મેં વળી ફરી વખત આ જ મહાત્મા સદાગમને તેમની પાસે જેયા. એ સાધુ મહારાજની સમીપમાં આ મહાત્મા સદાગમ પિતે જ મને ફરીવાર દેખાયા. (આ વાત કરતી વખત સંસારીજીવ સદાગમ મહાત્મા જેની પાસે પિતે વાત કરતો હતો તેના તરફ આંગળી બતાવે છે).
મુનિ મહારાજની દેશનાથી મારામાં કાંઈક ભદ્રક ભાવ ઉત્પન્ન થ અને દ્રવ્યથી મેં શ્રાવક્ષણને આકાર ધારણ કર્યો, હું ઉપર ઉપરથી દ્રવ્યશ્રાવક છે અને નવકાર વિગેરેને બાલનાર છે.
આવી રીતે મારામાં દ્રવ્યશ્રાવકપણું તે વખતે પ્રાપ્ત થયું.
ભુવનપતિ દેવ, ત્યાર પછી કેટલાક કાળ ગયા પછી મારી સ્ત્રી ભવિતવ્યતાએ વળી મને એક નવી ગાળી આપી, તેના પ્રભાવથી હું વિબુધાલય નગરે ગયે. એ વિબુધાલયમાં ભુવનપતિ, વ્યંતર, જ્યોતિ૬ અને કલ્પવાસી નામના દે રહે છે. એમાંના પ્રથમ ત્રણ પાડાઓના અનુક્રમે દશ આઠ અને પાંચ વિભાગે છે. બાકીના કલ્પવાસી (વિમાનવાસી) દેવોના બે પ્રકાર છે. કેટલાક કલ્પસ્થ છે અને કેટલાક કલ્પાતીત દેવો છે. કલ્પસ્થ દેવોને રહેવાના બાર આવાસો છે અને કલ્પાતીત દેવોને રહેવાના નવ અને પાંચ આવાસો છે. એ દેવે ચોથા પાડામાં
૧ અહી બે. રો. એ. સાયટિવાળા મૂળ ગ્રંથનું પૃ ૧૦૭૬ શરૂ થાય છે. - ૨ કપાતીત દેના બે પ્રકાર છે: ૧ પ્રયક-નવ પ્રકારના, ૨ અનુત્તર -પાંચ પ્રકારના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org