________________
પ્રકરણ ૧૬] રખડપટે.
૧૮૧૭ પાછો મને તે પંચાક્ષપશુસંસ્થાનમાં લઈ આવી અને ત્યાં મને વાઘનું રૂપ અપાવ્યું.
બિલાડો.
ત્યાર પછી ભવિતવ્યતા અને પાપિછવાસના ચોથા પાડામાં લઈ ગઈ અને ત્યાં મારી પાસે ભયંકર યાતનાઓ સહન કરાવી અને વળી પાછી ત્યાંથી મને પંચાક્ષપશુસંસ્થાનમાં લઈ આવી અને ત્યાં મારી પાસે બિલાડાને આકાર ધારણ કરાવ્યું.
નગરમાં રખડપાટો, મહામહની અસર
પરિગ્રહની વિડંબના આવી રીતે એ મારી પત્ની ભવિતવ્યતાએ મારી પાસે વારંવાર નવાં નવાં રૂપ ધારણ કરાવ્યાં અને એ પ્રત્યેક પ્રસંગે દુઃખના દરિયાનો વિસ્તાર કેટલે મોટો હોય છે તેને તેણે મને સાક્ષાત્કાર કરાવ્યું. એક 'અવ્યવહાર નગરને છેડીને બાકી લગભગ દરેક નગરમાં એ મારી પત્ની મને લઈ ગઈ, દરેક જગ્યાએ મને ફેરવ્યો અને હેરાન કયો. અહા ! મહારાજાનો આખો પરિવાર મારી આજાબાજુએ તે વખત દરમ્યાન વીંટળાઈ વળેલ હતો અને મારે મારી પની શ્રીમતી ભવિતવ્યતાને હુકમ ઉઠાવવો પડતો હતો. મારી પાસે એમણે કંઇક કંઇક નાટકો કરાવ્યાં, અનેક નાચે નચાવ્યાં, મારો રખડપાટે કરાવ્યો. અને વળી પરિગ્રહને બહાને મારી ભાર્યાએ દરેક નિએમાં મારી અનેક પ્રકારે બહુ આકરી વિડંબનાઓ કરી. દાખલા તરીકે એણે મારી પાસે ગરોળીનો આકાર ધારણ કરાવ્યું, સર્પનો આકાર ધારણું કરાવ્યું, ઉંદરને આકાર ધારણ કરાવ્યો અને એ પ્રત્યેક આકારમાં જ્યારે જ્યારે મને ધનનો ભંડાર મળી જતો ત્યારે ત્યારે ભારે આનંદ થતો
૧ એ નગર છોડ્યા પછી ત્યાં ફરી વાર જવાનું નથી એવી પરિપાટિ છે. જુવો મ, ૨. પ્ર. ૭.
૨ મારી ભાર્યા પરિગ્રહને દૂરથી નિશાની (સંજ્ઞા) કરે એટલે પરિગ્રહ મને વિડંબના કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org