________________
૧૯૧૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ છ
શારીરિક
જે કેદખાનામાં મને નાખવામાં આવ્યેા હતેા તે મુત્ર વિશ કચરા અને આંતરડા વિગેરે અતિ તુચ્છ પદાર્થોની દુર્ગંધથી ભરેલું હતું, માતાના ગર્ભ જેવું ચારે બાજુથી સં તા પ. સંકડામણવાળું હતું અને ચીકાશથી એટલું તે ખ રામ હતું કે જ્યાં બેસીએ ત્યાંથી ધસી પડાય, એ કેદખાનામાં પડ્યા પછી મારે માથે થવામાં બાકી રહી નહિઃ મને તદ્દન ભૂખનાં સાંસા પડવા માંડ્યા, મારા શરીરે બેડીઓ ઠોકવામાં આવી, મને અનેક પ્રકારના પરાભવા કરવામાં આવ્યા, મારા આગલાં દુષ્ટ વર્તના યાદ કરીને નાના નાના છે.કરાએ પણ મને તાડના કરવા લાગ્યા. જે પ્રાણી એક વખત સુખશય્યામાં પાઢતા, સ્રીઓમાં વિલાસ કરતા, સુગંધીમાં રાચતા અને ખત્રીશ શાક અને તેત્રીશ ભાજન આરોગતા તેના અત્યારે આવા હાલ થયા ! ભૂખ, પરાભવ, તાડના અને કારાગૃહમાં વાસ એમાં કાંઇ બાકી ન રહ્યું. આવી ભયંકર પીડાના સ્થાનમાં વળી મારા સંબંધીઓ આવી મારા તિરસ્કાર કરે, મેં તે તરફ ચલાવેલાં વર્તના માટે મ્હેણાં આપે અને મારો ફીટકાર કરે. મને આવી રીતે શારીરિક સંતાપ એક નારકીને નરકમાં થાય તેટલા એ કેદખાનામાં થયા.
Jain Education International
આ તે શારીરિક સંતાપની વાત કરી. હવે વ્યથા થઇ તેનું જો તારી પાસે તે પાર આવે તેમ નથી. એમાં પાર રહ્યો નથી. જો સાંભળઃ—
માનસિક
સંતા પ.
મારા મનમાં વારંવાર એમ થતું હતું કે અરે ! આવડું મોટું મારૂં રાજ્ય અને મારી આટલી બધી સંપત્તિને શું હું જીવતાં બીજો ભાગવે અરે! શું મારા જીવતાં તે મારા આવા હાલ કરે અને મારો માલ પચાવી પાડે ? આવી રીતે શાકની શ્યામ છાયા મારા મન ઉપર પડતી હતી.
મારા મનને કેટલી વર્ણન કરવા બેસું તે મારા દુઃખના
અરે ! મારૂં શરીર સુખમાં લાલનપાલન પામેલું છે, સુખમાં ઉછરેલું છે, અને સુખમાં ટેવાયલું છે તેના શું આવા હાલહવાલ થાય ? અને આવા પાળેલા પાયેલા દેહને શું આટલા બધા માણસા આવી રીતે ત્રાસ આપે ? હેરાન કરે આ તે કેવી વાત ! આવી રીતે અરતિ મને માનસિક કર્થના કર્યાં કરતી હતી.
અરે આ લોકે ચારી જાય છે ! એ
મારાં પેાતાનાં સેનાને અને રત્નોને લઇ જાય છે ! મારી મત્તા છે, તેના એના ઉપર અધિકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org