SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫). મહાહનું મહાન આક્રમણ ૧૮૧૧ આખા રાજ્યમાં અસંતોષ, રાજ્યભ્રષ્ટ ઘનવાહન નીર વાહનને રાજ્યપ્રાપ્તિ. પાપની હવે પરિસીમાં થતી ચાલી, ઉદ્ધતાઈની પરાકાષ્ટા થઈ, નીચતાની હદ આવી ગઈ, પણ મેં તો કેઈની વાત સાંભળી નહિ, કેઈની સલાહ માની નહિ, કેઈના કહેવા પ્રમાણે રસ્તે લીધે નહિ. આવી વિચિત્ર પરિસ્થિતિ કેટલે વખત ચાલે? મારા અતિ અધમ વર્તનને લેકે ક્યાં સુધી સાંખે? પિતાની વહુદીકરીની લાજ કેને વહાલી ન હોય? પરિણામે મારા એવા વર્તનથી મારા સર્વ લશ્કરીઓ મારાથી વિરૂદ્ધ થઈ ગયા, આખું નગર ઉદ્વેગમાં પડી ગયું અને ખુદ મારા સંબંધીઓ પણ એવા પ્રકારના મારા અધમ વર્તન અને ચેષ્ટાથી શરમાઈ ગયા, લાજી ગયા અને મારું પાયદળ લશ્કર પણ મારી નિંદા કરવા લાગ્યું, કારણ કે ગુણે સર્વ જગ્યાએ પૂજાય છે, એમાં સગપણ કે સંબંધ જરા પણ કારણભૂત થઈ શકતાં નથી આવી રીતે પ્રજમાં બેદીલી વધતી ચાલી, લશ્કર મારી વિરૂદ્ધ થઈ ગયું, મંત્રીમંડળ પ્લાન થયું અને ખુદ મારાં નીચતાની સગાંસંબંધીઓ પણ મારાથી લજવાઈ ગયાં એટલે હદ પર. આખ. રાજ્યમાં ખરી રીતે મારું કેઈ રહ્યું નહિ. લેકામાં મારી આટલી બધી નિંદા થતી હતી એ હકીકતની મને ખબર પડી હતી છતાં મહામહને વશ રહીને હું તે મારાં અધમ કાર્યોમાંથી જરા પણ પાછો હ નહિ, મારામાં જરા પણું ફેર પડ્યો નહિ, કઈ પ્રકારની સુધારણું થઈ નહિ. છેવટે અત્યંત નીચ કુળની હલકા વણની સ્ત્રીઓને મેં મારા અંતઃપુરમાં દાખલ કરી, જે સ્ત્રીઓની પાસે જવું પણ ગ્ય ન ગણુય તેવીને પણ મેં મારા અંતઃપુરમાં દાખલ કરી અને એવી રીતે હું મારી નીચતામાં વધતો ચાલ્યો. મારે એક નીરદવાહન નામના નાનો ભાઈ હતો. એ જાતે ઘણે શરમાળ હતો, અત્યંત વિનયવાળા હતા, બહુ સુંદર આ ખ ૨ પ્રકૃતિવાળો હતો, લોકોમાં સારી પ્રખ્યાતિવાળે રાજ્યભ્રષ્ટ. હેત અને અતિ સુંદર પુરૂષાર્થ કરનાર મહા ઉદ્યોગી હતા. મારા અતિ અધમ વર્તનથી કંટાળી ગયેલા મારા સામતે નગરવાસીઓ મંત્રીઓ અને સેનાપતિ સર્વ એકઠા થયા, તેમણે વિચાર કર્યો, એ એકમત થયા અને પછી એકાંતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy