SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫] મહાહનું મહાન આક્રમણ ૧૮ ૦૮ ત્યારે તને મળવાથી મહામહમહારાજા બહુ તુષ્ટમાન થયા અને તે હકીકતથી મકર દવજને પિતાને પણ ઘણે આનંદ થયો. એ મકરદવજ જ્યારે મહારાજને આવી મળે ત્યારે મોહરાય ખરેખર મદમસ્ત થયેલા ગંધહસ્તી બની ગયું અને મને અનેક પ્રકારની બાધા પીડા કરનાર નીવડે તે હવે તું જોઈ શકીશ. એ મકરજે જેવી મારી ઉપર પિતાની અસર નીપજાવવા જાળ પાથરી કે હું તે વખતે શબ્દમાં લુબ્ધ થયે, રૂપ જોવામાં આસક્ત થયો, રસને સ્વાદ કરવામાં પ્રેમી થયે, સ્પર્શ કરવામાં આતુર બન્યું અને ગંધમાં આનદ માનવા લાગ્યો. ટુંકામાં કહું તો જાણે હું એ પાંચ વિષકામાં તદન આંધળો જ બની ગયો અને તેના રસમાં વધારે વધારે ઊંડે ઉતરવા લાગ્યું. તે વખતે મારે સદ્ધ તો કયાં કયાં દૂર નાસી ગયે. એ રીતે મકરધ્વજે મારી ઉપર પિતાનું સામ્રાજ્ય સ્થાપન કરવા માંડ્યું. અને પામે વિષય રૂપ અપવિત્ર પદાર્થોના કીચડમાં હું રગદોળાવા લાગ્યા. જેમ એક ડુક્કર (ભુંડ) કચરાથી અને તુચ્છ વસ્તુથી ભરેલા ખાડામાં આગેરે, આનંદ કરે કે ગેલ કરે તેમ રસ પ્રકારની લાજ શરમ કી દઈને હું રાત્રિદિવસ વિષમાં રમવા લાગ્યો અને મારી જાનને તેમાં તરબોળ કરી દીધી. મેં અનેક પ્રકારના ભેગો અનેક વાર ભેગવ્યા, એમાં મેં રસ આનંદ માળે, છતાં ઘણે વખતે પણ મને સંતોષ વળ્યા નહિ, તૃપ્તિ થઈ નહિ, નિરાંત વળી નહિ. વાંદરાને ગમે તેટલું ઘી પીવરાવવામાં આવે તેથી શું તે જરા પણ જાડ થાય? મારે એવું બન્યું કે હું જેમ જેમ ભોગો ભગવતો જવું તેમ તેમ મારી જોગતૃષ્ણ વધતી જાય, મને ભેગો ભેગવવાની વૃત્તિ ઇચ્છા અને હાંસ વધારે વધારે થતી જાય. વડવાનળ અગ્નિમાં જેમ જેમ વધારે પાણી નાખવામાં આવે તેમ તેમ આગના વધારે વધારે મોટા ભડકી ઊઠે છે. એ વખતે ચંદ્રકિરણ જેવા અલંકના ઉપદેશેની આસપાસ મહામંહમહારાજનાં વાદળાં ફરી વળ્યાં અને તેને પરિણામે હું એ સર્વને વિસરી ગયો, મારી યાદશક્તિમાંથી એ દૂર થઈ ગયા અને મારું તે તરફ જરા પણ ધ્યાન જ રહ્યું નહિ. ૧ વાંદરાને ગમે તેટલું ધી પાવામાં આવે પણ તેથી તે પુષ્ટ થતો નથી. ૨ વડવાનળઃ દરિયાનો અગ્નિ. એ જળથી ઓલવાતો બુઝાતો નથી, એમાં જળ વધારે નાખે તેમ ગ્યાસલેટની જેમ તે વધે છે. તેમજ ભોગો ભોગવવાથી શાંત થતા નથી, ઉલટા એની ઇરછા વધારે છે–આ શાશ્વત નિયમ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy