________________
૧૮૦૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રસ્તાવ ૭
દુષ્ટાભિસબ્ધિ.
અને ત્યાર પછી રૌદ્રચિત્તને ઉપરી દુષ્ટાભિસબ્ધિ મારી પાસે આવ્યો. તેણે મારામાં અનેક પ્રકારનાં આર્ત રૌદ્ર સ્થાનના પ્રસંગે ઉત્પન્ન કર્યા, મને તદ્દન પાપી બનાવી દીધો અને મારી ચેષ્ટાઓ સર્વ પાપથી ભરપૂર કરી દીધી. એ રાજાએ તે મારા અંતરંગના હાલહવાલ કરી નાખ્યા. વિગેરે.
તે વખતે મહામહની પાસે બીજા પણ મહારથી, વીરરથી અને મોટા મોટા સેનાનીઓ વારાફરતી આવવા લાગ્યા અને તે દરેકે પિત પિતાની શક્તિ મારી ઉપર પૂરેપૂરી અજમાવી. મને જેટલું બને તેટલે મહારાજા સમીપ રહેવાના કાર્યમાં મશગુલ કર્યો. અકલંક મને છોડી ગયા હતા, મારા સંબંધમાં તે નિરાશ અને ઉદાસીન થયા હતા એ વાતની એ લોકોને બરાબર ખબર પડી ગઈ હતી, તેની બાતમી તે લોકોએ મેળવી હતી અને તેથી તેઓ તદ્દન નિર્ભય થઈ ગયા હતા. તેથી એ મારા હાડવૈરીઓએ મને અનેક પ્રકારના ત્રાસ આપ્યા, હેરાનગતિ કરી અને વિડંબના નીપજાવી. મકરધ્વજની ખાસ બાધાઓ,
સદાગમન દૂર ગમન,
મહા તુચ્છ વર્તન, હવે મને કદર્થના કરવા માટે એક વખત મકરધ્વજ મહામહ મહારાજા પાસે આવી પહોંચ્યો. એ આવ્યું તે કાંઈ એકલે ન આવ્યું પણું પોતાની સાથે પોતાની ભાર્યા રતિને લેતો આવ્યો અને વળી રાગકેસરિ મહારાજાના મંત્રી વિષયાભિલાષને તથા તેના પાંચ કુટુંબીઓ (છોકરાઓ-ઇંદ્રિ) ને પણ સાથે તેડતે આવ્યું. એને જે કાર્ય સિદ્ધ કરવું હતું તેમાં એ સર્વની જરૂર હતી અને તેથી બધાને સાથે લઈને એ આવ્યો હતો અને પિતે પણ કેડ બાંધી હાથમાં તીરકામ હું લઈને અને શરીર પર અખ્તર પહેરીને આવ્યું હતું. જ્યારે મકરધ્વજ આવી રીતે મોટા પાયા ઉપર તૈયારી કરીને આવી પહોંચ્યું
૧ દુષ્ટાભિસબ્ધિ. એ રોકચિતપુરનો રાજા છે. હિંસાનો પિતા થાય. જુઓ પ્ર. ૩. પ્ર. ૨૧.
૨ એના વર્ણન માટે જુઓ ક. ૪, પ્ર. ૧૪, ૩ કામદેવના તીર એટલે પુપે સમજવાં. એ રૂપક સુપ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org