________________
પ્રકરણ ૧૫] મહામહનું મહાન આક્રમણ
૧૮૦૭ દર્શનાવરણ.
વળી ત્યાર પછી દર્શનાવરણ મિત્રરાજ મહામહ પાસે આવ્યા અને તેમણે પિતાની મારા ઉપર અસર જમાવી. એણે મારી પાસે ઘુરઘુર અવાજ કરાવ્યા, મને ઉઘાડી દીધે, લાકડા જેવો તદ્દન મૂઢ અને ચેષ્ટા વગરનો બનાવી દીધો અને કોઈ પણ પ્રકારના દર્શનથી મને લગભગ તદ્દન વિમુખ કર્યો, દૂર કર્યો. વેદનીય,
ત્યાર પછી મહારાજાને સહાય કરવા વેદનીય નામના મિત્રરાજ પધાર્યા. તેમણે કઈ વખત મને સુખ આપીને ખૂબ આનંદમાં તરબોળ કરી દીધું અને કઈ વાર દુઃખ આપીને સંતાપથી ગાડઘેલો બનાવી દીધો. મારી એક સરખી સ્થિતિ એમણે રહેવા ન દીધી પણ આનંદ અને સંતાપ વચ્ચે ઝોલાં ખવરાવ્યાં. આયુષ્ય,
વળી આયુષ્ય મહારાજ પિતાના મિત્રરાજાની મદદે આવ્યા. તેમણે પિતાની શક્તિના જોરથી મને બહુ લાંબા વખત સુધી ઘનવાહન તરીકે ધારણું કરી રાખે, મને એ નામે એ રૂપે ચાલુ રહેવા દીધું અને તે બાબતમાં આખો વખત પિતાની શક્તિનો ઉપયોગ કર્યો. નામ,
વળી નામ નામના મિત્રરાજે આવી મહામહ મહારાજને મદદ કરવા મારા શરીર ઉપર પિતાની શક્તિ અનેક રીતે બતાવી અને અનેક રીતે મારા પર સારી ખરાબ ચિત્રામણું કરી, મને આળેખી નાખ્યો અને મારાં ચિત્રવિચિત્ર રૂપે કર્યા. શેત્ર,
ગેત્રરાજે મને કઈ વખત સારા ગેત્રવાળા તરીકે ઓળખાવ્યું, અને કઈ વખત ખરાબ ગેત્રમાં પ્રસિદ્ધ કર્યો. જૂદી જૂદી દષ્ટિથી જુદા જુદા શેત્રવાળા તરીકે અને તેણે જાહેર કર્યો. અંતરાય,
લાભ, દાન, બેગ, ઉપભોગ અને વીર્ય બાબતમાં અનેક પ્રકારની અગવડ ઊભી કરી અંતરાય મિત્રરાજે મારા સંબંધમાં કામ લીધું અને તેમ કરીને મહારાજ મહામહ પાસે પિતાનું નામ જાહેર કર્યું અને પિતાનું ખરું પિત પ્રકાશી આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org