________________
પ્રકરણ ૧૫] મહાહનું મહાન આક્રમણ.
૧૮૦૫ જે જે વિષયો મને પ્રાપ્ત થયા તેમાં બહુ ગાઢ મૂછવાળો મને બનાવ્યો અને ન પ્રાપ્ત થયા હોય તેને મેળવવાની આશા-તૃષ્ણ અને આકાંક્ષા મારામાં ઉત્પન્ન કરીને મને ખૂબ હેરાન કર્યો, વિષયની પછવાડે તગડાબે અને તેની પાછળ દોડાવ્યો. હાસ
ત્યાર પછી સુંદર ગંભીરતાનો મોટો દુશમન હાર્સ મારી પાસે આવ્યું. એણે મારી પાસે આવતાં વિનાકારણ મારી પાસે બહુ વખત હાસ્ય કરાવ્યું. મુખ ઉઘાડી ઉઘાડીને મોટેથી ઢંગધડા વગર મને હસાવ્યો.
- ત્યાર પછી મકરધ્વજની પત્ની રતિ મારી પાસે આવી અને તેણે મને તે વખતે સ્ત્રીઓનાં શરીર સાથે રમાડ્યો. એ સ્ત્રીઓનાં શ રીરે મૂત્રથી આંતરથી ચરબીથી માંસથી મળથી અને એવી એવી બીજી અનેક દુછનીય વસ્તુઓથી ભરેલાં હતાં છતાં મારા વિવેચક્ષને
એ બાદ તદન બંધ કરી દીધા અને એવી નિર્માલ્ય વસ્તુઓને આ નિંદદાયક મનાવી અને તેમાં ફસા. અરતિ,
વળી ત્યાર પછી અરતિબઈ આવ્યા. એણે વળી એક પછી એક નવાં નવાં જુદાં જાદાં કારણે શોધી કાઢીને મારા મનને અનેક પ્રકારે ઉગ પમાડ્યો. મારા સંતાપમાં ભારે વધારે કયાં અને ચિત્તની સ્થિરતા તદ્દન બાજુએ મૂકાવી દીધી. ભય.
ત્યાર પછી વળી ભય આવ્યો. તેણે વળી મારા મનમાં એવી જ ભીતિ ઉત્પન્ન કરી કે અરે ! હું હવે જરૂર મરી જઈશ અથવા તો અરેરે! મારું આ રાજ્ય કે હરણ કરી લેશે, મને ગાદીએથી ઉઠાડી મૂકશે, મારી રખડપટ્ટી થશે ! આવા આવા અનેક પ્રકારના ભયે ઉત્પન્ન કરીને ભયે મને હેરાન કયાં, મારી પાસે નાટક કરાવ્યું.
૧ હાસ, અરતિ, શેક, ભય અને જુગુપ્સાના વર્ણન માટે જુઓ ઝ, ૪, પ્ર. ૧૫.
૨ આ રતિ કામદેવની સ્ત્રી છે, કષાયમાંની એક છે. એના વર્ણન માટે જુઓ પ્ર, ૪પ્ર. ૧૪ (પૃ ૮૬૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org