________________
Jain Education International
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ છુ
વિદ્યા.
માનસિક કન્યા ઉત્પન્ન કરી છે. એ ઘણી મનેાહર છે બહુ રૂપાળી છે, વિશાળ આંખાવાળી છે અને આખા જગતને આનંદ ઉપજાવનારી છે. વળી તે વસ્તુઓની અંદર રહેલા ઊંડા ભાવાને બરાબર સમજનારી છે, આખા વિશ્વના અનાવાના હાર્દને જાણનારી છે અને પ્રત્યેક અવયવે સુંદર છે. એ કન્યા પાતાની વિશિષ્ટ લીલાથી આખી દુનિયામાં વિલાસ કરે છે. એના સંબંધમાં એક વાત ઘણી જ નવાઇ ઉપજાવે તેવી એ છે કે એનું લાવણ્ય સંસારથી ઘણું આગળ વધેલું હોવાને કારણે સામાન્ય રીતે સ્ત્રીસંબંધથી દૂર નાસી જનાર મહાત્મા મુનિઓને પણ એ કન્યા વલ્લભ છે, પ્રિય છે, ઇષ્ટ છે. એટલા માટે એ કન્યા સર્વ સંપત્તિઓનું મૂળ કહેવાય છે, સર્વે કલેશને કાપી નાખનારી કહેવાય છે અને અનંત આ નંદ સમૂહને આપનારી કહેવાય છે. એકંદર સર્વ સારી વસ્તુઓ અને ભાવાનું સ્થાન અની રહેલી એ કન્યા બહુ આકર્ષક અને પ્રેમપાત્ર છે. જ્યારે ઘનવાહન એ કન્યાને પરણશે ત્યારે એના માહરાજના ફંદમાંથી છૂટકારો થશે. એ કન્યા માહરાજાની તદ્દન વિરૂદ્ધ છે, પાતાની શક્તિ ઉપર મદાર બાંધી ટટાર રહી શકે તેવી છે અને તેથી જ્યાં એ હાય છે ત્યાં બીજાનું (મેાહનું) રહેવું થતું નથી, મન્ને એક સાથે એક સ્થાનકે રહી શકતા નથી. જ્યાં વિદ્યા કન્યા આવી કે મહામોહને પાબારા જ ગણવા પડે છે.
૧૭૯૮
વળી એક બીજી નિરીહતા' નામની ભાળી કન્યા છે. એ ચારિત્રરાજની દીકરી થાય છે, ઘણી સુંદર છે, મનને આ નિરીહતા. રામ આપે તેવી છે અને સર્વાંગસંપૂર્ણ છે. એ વિ રતિ દેવીની કુક્ષીથી ઉત્પન્ન થયેલી છે, તેના ભાઇઓ એના ઉપર બહુ પૂજ્યભાવ રાખે છે ચારિત્રધર્મરાજાના રાજ્યમાં તેનાં ખેાટની છેાડી જેટલાં લાડ પાન અને માન છે અને એ સર્વને આનંદ આપનારી છે. સમ્યગ્દર્શન સેનાપતિને એ ખાસ વહાલી છે, સક્ષેાધના એના પર ચારે હાથ છે અને સ્વામિભક્ત સંતોષે એને ઉછે રીને મેાટી કરેલી છે. એ માળા સ્વભાવથી જ ઘણી સુંદર છે, એની સર્વ ઇચ્છાઓ પૂરી થઇ ગઇ છે તેથી તે વસ્ત્ર ઘરેણાં કે માળા વિશે. રેથી જે શરીરશોભા થાય છે તેની કદિ ઇચ્છા પણ કરતી નથી, એને
૧ નિરીહતાઃ કોઇ વસ્તુની ઇચ્છા સ્પૃહા ન કરવી તે. એવી વૃત્તિ થાય એટલે પરિગ્રહના નાશ થાય છે, એમાંથી ઝેર નીકળી જાય છે.
૨ વિરતિઃ ચારિત્રધર્મરાજની પત્તી (પ્ર. ૪, ૫, ૩૪).
For Private & Personal Use Only
www.jainelibrary.org