SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ ] શાક અને દ્રવ્યાચાર. ૧૦૮૯ મ્રાજ્ય વિચારતા હતા, જાતે મહા બુદ્ધિશાળી હતા, દયા તત્પર હતા, પરોપકાર કરવાની રૂચિવાળા હતા અને મારા ઉપર આદરવાળા હતા. મારી આવી અવસ્થા જોઇને તે વળી ઉપદેશ દેવા લાગ્યા.— “ “ મહારાજ ઘનવાહન! તારા જેવાએ આવું ખાળચરિત્ર કરવું યેાગ્ય નથી, માટે તું આ નામરદાઇ છેડી દે, ધૈર્ય ધારણ કર, તારા “ અંતઃકરણમાં સ્વસ્થતા લાવ, તારા આત્માને યાદ કર, કોઇ પણ “ જાતના અપવાદ વગર તારૂં માત્ર એકાન્ત અહિત કરનાર આ મહા“ માહુને છોડી દે, શાકને મૂકી દે, પરિગ્રહના પરિચય છે કર, “ સદાગમને અનુસર, તેના ઉપદેશ પ્રમાણે આચરણ કર, મારા ચિ“ ત્તને પ્રમાદ થાય તેમ કર. અરે ભાઇ ! આટલી જ વારમાં પેલા 'સાધુએ' લેાકેાદરમાં આગ બતાવી હતી તે ભૂલી ગયા? શું સંસાર“ મદિરાશાળા તદ્દન વિસરી ગયા? પેલા સંસાર રેંટ (અરઘટ્ટઘટ્ટી) “ તને યાદ રહ્યો નથી? અરે તું તારા મનમાં કર્મવાળા જીવાના અને “ મઢના વૃત્તાંત અને ત્યાં બતાવેલ સન્નિપાત અને ઉન્માદ′ યાદ કરતા “ નથી? મનુષ્યજન્મ રૂપ રતદ્વીપ પ્રાપ્ત કરવાની દુર્લભતા' તને યાદ “ રહેલ નથી ? સંસારબજારમાં રહેનારની સ્થિતિનું જરા પર્યાલોચન “ કરી તું કેમ વૈરાગ્ય ધારણ કરતા નથી? અરે પેલા ચિત્તરૂપ વાંદ ' રાના બચ્ચાની ચપળતા તને સ્મરણમાં રહી નથી ? એ વાંદરાના “ અચ્ચાનું નિરંતર રક્ષણ કરવાની જરૂર છે એ વાત તું કેમ સ્વીકા૯ રતા નથી? અને એ વાત સ્વીકારતા હ। તે તું શા માટે એ પ્રમાણે “ વર્તન કરતા નથી? અરે ભાઇ ! તું શા માટે વિષયનાં ઝેરી ઝાડો “ ઉપર કુદાકુદ કરે છે? અને શા માટે તું અર્થનિચય નામની પાંદડા ફૂલ ફળની રજ અને કાદવમાં આળાટે છે? તું મેાક્ષમાર્ગને સારી ર re રીતે જાણે છે આળખે છે સમજે છે છતાં તારા આત્માને મહા ઘેાર " નરક તરફ શા માટે ફેંકે છે! તને ત્યાં જે ઉપાય બતાવવામાં આવ્યો ૧ જુએ આ ચાલુ પ્રસ્તાવ પ્રકરણ બીજું (પૂ. ૧૬૫૭). ૨ સદર પ્રકરણ ત્રીજું. ( પૃ. ૧૬૬૫ ). ૩ સદર પ્રકરણ ચોથું (પૃ. ૧૬૧ ). ૪ સદર પ્રકરણ પાંચમું (પૃ. ૧૬૮૭), ૫ સદર પ્રકરણ છે અને સાત (પૃ. ૧૭૦૦-૩૪), ૬ સદર પ્રકરણ આઠ (પૃ. ૧૭૩૫), ૭ સુંદર પ્રકરણ નવ (પૃ. ૧૭૪૯), ૮ જુએ પ્રકરણ ૮ પૃ. ૧૭૪૩. * સદર ૧૪ ૧૭૪૧. ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy