________________
પ્રકરણ ૧૨ ] શ્રુતિ. વિદ અને બાલિશ.
૧૭૮૫ જનાર અકલંક બોલ્યો “ભાઈ ઘનવાહન ! મહાત્મા ભગવાન્ આચાર્યશ્રીનું વચન તારા સમજવામાં બરાબર આવ્યું કે નહિ?” એટલે મેં તેને તુરત જ જવાબ આપ્યો કે “હા ભાઇ ! બરાબર સમજાયું.” શાણું અકલકે બરાબર તક સાધી અને તુરત જ બોલ્યો જે સમજવામાં આવ્યું હોય તે એ પ્રમાણે કરવા માંડે.”
અલંક ઉપર મારે અત્યંત સ્નેહ હોવાને લીધે અને ભગવાન આચાર્ય મહારાજ કેવિદસૂરિના આજુબાજુના વાતાવરણનો અચિંત્ય પ્રભાવ હોવાને લીધે તેમજ તે વખતે હું કર્મની ગાંઠના તદ્દન નજીકના સ્થાન સુધી આવી પહોંચેલ હોવાને લીધે અને જવાબ દેવાની મારામાં શક્તિ રહેલી ન હોવાને લીધે મેં અકલંકનું વચન સ્વીકાર્યું, અંગીકર્યું, સદાગમ પણ તે વખતે વળી ફરી વાર મારી વધારે નજીક આવી પહોંચ્યો, મેં તે વખતે ચૈત્યવંદન વિગેરે કરવા માંડ્યું, અગાઉ જે ધર્મને અભ્યાસ કર્યો હતો તે પાછો તાજો કરી ગયે, ફરી વાર દાન વિગેરે આપવા શરૂ કરી દીધાં, તે વખતે મહામહ અને પરિગ્રહ જરા દૂર થઈ ગયા. આ સર્વ બાબતો મેં અકલંકની શરમથી દ્રવ્યથીઉપર ઉપરથી આદરી, પણ અંદરખાનેથી મને તેના ઉપર ભાવ નહતો, અંતરંગ રાગથી મેં તે સર્વ બાબતો આદરી નહોતી.
અકલકને તે તે વખતે એમ લાગ્યું કે સાંસારિક પદાર્થો ઉપર મારી મૂછ ઓછી થઇ ગઇ છે, ધનસંચયના સંબંધમાં મને સંતોષ થઇ ગયો છે અને સદારામ સાથે મારે પૂર્ણ સંબંધ થઈ ગયો છે. મારી આવી સ્થિતિ જોઈ મને સુધરેલ અને રસ્તા પર આવી ગયેલ જોઈ અકલેકે આચાર્ય મહારાજ સાથે અન્યત્ર વિહાર કર્યો.
૧ આ આક્ષેપદ્વારા ઉપદેશ કરવાની પદ્ધતિ છે, કોઇવાર તે ફળીભૂત થાય છે, પણ અંદરની ખાત્રી વગર કલાક થી ગ્રહણ કરેલ માર્ગ બહુધા ટકતો નથી. સમાજ સમક્ષ લીધેલા નિયમો તોડનારા ઘણીવાર દેખાઈ આવે છે તે દ્રવ્યાચાર અથવા અચાનક આવેશને પરિણામે સ્વીકારેલ ધર્મમાર્ગનું સ્વાભાવિક રીતે થયેલ સ્મલન સમજવાનું છે.
૨ થિભેદની નજીકનું સ્થાન. એની વિશેષ સમજ માટે જુઓ પ્રથમ પ્રસ્તાવ પૂ. ૮૬-૮૮, યથાપ્રવૃત્તિકરણપરની નેટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org