SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ १७७८ ઉપમિતિ ભવપ્રપંચ કથા. fપ્રસ્તાવ છે સદાગમ સાથે પરિચય થયેલ હતા. જ્યારે કેવિદે એ સદાગમને ફરીવાર આ જન્મમાં જોયા ત્યારે ઈહાપોહ (વિચાર) કરતાં અને તે ઉપર મન લગાડતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, સદાગમને પરિ ચય પૂર્વકાળમાં થયો હતો તે યાદ આવ્યું અને તેને જોઈને ઘણે આનંદ થયો, પછી એ પોતાનું હિત કરનાર ગુરૂ છે એ તરીકે તેણે સદાગમને ગ્રહણ કર્યો. કેવિદે સદાગમનું યથાસ્થિત સ્વરૂપ બાલિશને પણ જણાવ્યું પણ એના હૃદયમાં પાપ હોવાથી એ દુર્બદ્ધિએ તેને સ્વીકાર્યો નહિ. હવે કર્મપરિણામ મહારાજાએ એ કેવિદ અને બાલિશ પાસે પિતાની કૃતિ નામની કન્યાને મેકલી આપી. તે સ્વયંવર કરીને (પસંદ કરીને) વરનારી કન્યા હતી. એ કન્યાને વળી એક ઘણે ચાલાક અને ચતુર સંગ’ નામને નોકર હતા. એ સંગ સંબંધ કરાવવામાં બહુ કાબેલ હત અને શ્રુતિની પહેલા ચાલનારે હતો. એ સંગને પણ કૃતિની અગાઉ ત્યાં મોકલવામાં આવ્યો હતો. શ્રુતિએ કેવિદ અને બાલિશ બન્નેને પસંદ કર્યા અને બન્નેની સાથે તે પરણી. - હવે એ કેવિદ અને બાલિશની મિલકતમાં એક નિજદેહ નામનો પર્વત હતો, એ પર્વત ઉપર મર્ધન નામનું એક મોટું શિખર હતું, એ શિખરની બન્ને બાજુએ શ્રવણ નામના બે અતિ સુંદર કિલાવાળા ઓરડા હતા. એ બન્ને ઓરડા શ્રુતિએ જોયા, તેને એ પિતાનાં નિવાસ માટે પસંદ આવ્યા, પતિની આજ્ઞા લઈને એ બન્ને એરડામા શ્રતિ રહી અને પિતાનો પડાવ ત્યાં નાખ્યો અને એ સ્થાને પિતે નિવાસ કર્યો. એવી રીતે શ્રવણમહેલમાં નિવાસ કરીને શ્રુતિ કેવિદ અને બાલિશ સાથે હરે ફરે છે. ૧ જાતિસ્મરણઃ ગયા ભવની યાદિ આવવી તે. એ મતિજ્ઞાનને પ્રકાર છે, ૨ કર્મપરિણામના સ્વરૂપ માટે જુઓ પ્રસ્તાવ બીજે પૂ. ર૫૮ થી ર૧૨. ૩ શ્રતિઃ કાન, સાંભળવાની ઇન્દ્રિય. શ્રવણેદ્રિય. એ વિષયાભિલાષ મંત્રીની દીકરી છે પણ અત્ર તેને કર્મપરિણામની કન્યા કહી છે તે આગળ સ્પષ્ટ થશે. ૪ સંગઃ ઇદ્રિયને ઉપયોગ. કાન તો સર્વને હોય છે પણ તેનો વપરાશ થાય ત્યારે તે સાંભળે છે. વસ્તુ અને ઇંદ્રિયનો સંબંધ થાય, તેના પર રાગદ્વેષ થાય તે સર્વ સંગ કરાવે છે. ૫ નિજદેહ એટલે શરીર. મૂર્ધા એટલે મસ્તક. શરીર તરફ નજર કર્યો તો તે પર્વત જેવું લાગશે, મૂધા-માયું તેનું શિખર જણાશે. તે શિખરની બને બાજુએ શ્રવણ કાન છે. એ મહેલ જેવા જ દેખાશે. મોટા શિખરની બાજુએ છે મહેલ બાંધેલા છે. કલ્પના ભવ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy