________________
પ્રકરણ ૧૧] મહામહ અને મહાપરિગ્રહ.
૧૪ વળી આ મારા પુત્ર રાગકેસરિના પુત્ર સાગરને મિત્ર પરિપ્રહ નામે છે તેના ઉપર મને બહુ હેત છે, તે માટે ખાસ વહાલ છે, એને અહીં મૂકી દઈને મને ત્યાં જવાને ઉત્સાહ થતો નથી. એ પરિગ્રહ મહા બળવાનું છે અને મને સારી રીતે સહાય આપે તે છે. માટે મારા મદદગાર તરીકે એ પરિગ્રહને એકલાને સાથે લઈને પેલા સદાગમનો નાશ કરવા હું જઉં છું.”
મહારાજ રાજેશ્વર મહામહનો એ સંબંધમાં અત્યંત આગ્રહ જોઈને સર્વેએ તેમનું વચન માન્ય કર્યું અને મસ્તક નમાવીને તે વચનને સ્વીકાર ક્યાં.
ત્યાર પછી અત્યંત ઉત્સાહમાં આવીને અને પૂરતા જોસ સાથે તે મહામહ અને પરિગ્રહ મારી પાસે આવ્યા અને મેં એ બન્નેને આવતા જોયા. સુંદરિ! અનાદિ કાળથી મારે એ સંબંધમાં અભ્યાસ પડેલ હોવાથી મારે એ મહામહ અને પરિગ્રહ સાથે ઘણો સંબંધ થઈ ગયે અને સ્નેહ પણ તુરત જ જામી ગયો.
૧ સાગર સાગરનું વર્ણન પ્રસ્તાવ છઠ્ઠામાં સારી રીતે વિસ્તારથી થઈ ગયું છે. એ લોભનું રૂપક છે. પરિચહ એટલે ધન ધાન્ય વિગેરે વસ્તુઓ એકઠી કરવી, તેના પર માલીકી માનવી અને તેમને જાળવવી વધારવી અને તેના સંબંધમાં વિચાર-દુધ્ધન કર્યા કરવાં. શાસ્ત્રકાર પરિગ્રહ નવ પ્રકારને કહે છે: ૧ ધન, ૨ ધાન્ય (અનાજ), ૩ ક્ષેત્ર (ખેતરો), ૪ વાસ્તુ (ઘર-સ્થાવર મિલકત), ૫ રૂચ (રૂપું), ૬ સુવર્ણ (સનું–આ બન્નેમાં સેનું રૂપું અને તેના દાગીનાઓને સમાવેશ થાય છે), ૭ કુણ્ય (અન્ય ધાd. ઠામ વાસણને અત્ર સમાવેશ થાય છે), ૮ દ્વિપદ-બે પગવાળાં. દાસદાસીઓ. અગાઉ તેને મિકતમાં ગણવામાં આવતા હતા, ૯ ચતુષ્પદ (ચાર પગાળાં ગાઈ, બળદ, ભેંસ, હાથી, ઘોડા, ગધેડા વિગેરે). મોટર, ગાડી, પરચુરણ ક૫ડાં, ચીજે, ફરનીચર વિગેરે સર્વ વસ્તુઓનો સમાવેશ કુષ્યમાં થાય છે. ધન”માં ગણીને તળીને અથવા માપીને વેચવાની સર્વ વસ્તુને સમાવેશ કર્યો છે. તે ઉપરાંત રોકડ અને ઉઘરાણીને પણ તેમાં જ સમાવેશ થાય છે. ક્ષેત્રમાં ખેતીવાડીની સર્વ જમીન અને બગિચાનો સમાવેશ કર્યો છે અને વાસ્તુ'માં એ સિવાયની સર્વ સ્થાવર મિલકતને સમાવેશ કર્યો છે. આમાં રૂપ સેનાનો સમાવેશ ધનમાં થઈ શકે તેમ છે છતાં તેને દાં દેખાડ્યાં છે તેનું કાંઈ કારણ હોવું જોઇએ અને ધાતુનાં વાસણ સિવાયના ઘરના ફરનીચરને સમાવેશ મુખ્યમાં કરવાનો છે. પહેરવાના કપડાને સમાવેશ પણ કુષ્યમાં થાય છે. ધર્મસંગ્રહ પૃ. ૧૦૬ માં કહે છે કે ઘરની સર્વ ઘરવકરી “મુખ્ય”માં આવે છે, તેના રૂપા સિવાય સર્વને સમાવેશ એમાં થાય છે. સેના રૂપા સિવાયની ધાતુને સામાન કાછ વસ્ત્ર અને માટીનાં વાસણો વિગેરે સર્વ મુખ્ય છે. શેર, કરંસી નોટ, પ્રોમીસરી નોટ બેન્ડ, ડીબેચરનો સમાવેશ ધનમાં ગણવો જોઇએ.
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org