________________
પ્રકરણ ૧૦ ]
સાગમ સાન્નિધ્ય, અકલંક દીક્ષા.
સદાગમ આગમન અને
જ્ઞાનસંવરણની અંતરલીનતા,
હવે મહામેાહ રાજાએ તે અગાઉથી જ પેાતાના સંબંધી જ્ઞાનસંવરણ નામના બળવાન રાજાને મારી પાસે માકલી આપ્યા હતા. એ રાજાએ આવીને ચારિત્રરાજની આખી સેનાને પડદા પાછળ નાખી દીધી હતી અને એ વારંવાર મહામેાહના આખા લકરનું પાષણ કર્યાં કરતા હતેા. આ પ્રમાણે હકીકત હાવાથી એ જ્ઞાનસંવરણુ રાજાના જોથી મહામાહ રાજાના લશ્કરને ભયનાં સર્વ કારણેા નાશ પામી ગયાં હતાં અને તેના બળથી સર્વે નિશ્ચિંત થઇને આનંદમાં રહેતા હતા. તેઆએ ચારિત્રરાજની સેનાને હઠાવી દીધી હતી તેનું કારણ આ જ્ઞાનસંવરણ રાજાનું જોર જ હતું અને અત્યારે શત્રુને પાછા પાડી દઇને તેઓ માજ કરતા હતા. હવે સદાગમને જેવા તે જ્ઞાનસંવરણ રાજાએ મારી પાસે આવતા જોયો કે તે તે અંદર છૂપાઇ જઇ ભરાઇ બેઠ અને અંતરમાં જ્યાં ત્યાં ગોઠવાઇ ગયા.
સદાગમ સામર્થ્ય કથન, વ્યવહારથી તેના આદર અકલકે દીધેલી દીક્ષા.
Jain Education International
૧૭૬૯
આ પ્રમાણે આંતર રાજ્યમાં હકીકત બનતી હતી તે વખતે નજીકમાં ધ્યાનારૂઢ થયેલા સર્વ મુનિઓના ગુરૂપાસે અકલંક ગયા, તેમને પાદવંદન કર્યું અને તે વખતે હું પણ તેની સાથે ગુરૂ પાસે ગયા. એ ગુરૂમહારાજ કાવિદાચાર્યના જ્યારે ધ્યાનયોગ પૂરો થયે ત્યારે તેમણે ‘ધર્મલાભ' આપ્યા અને અકલંક સાથે તેમણે વાતચીત કરવા માંડી. અકલકે કેટલાક સવાલો પૂછ્યા જેના ગુરૂમહારાજે ઉત્તર આપ્યા અને ગુરૂમહારાજે ધર્મદેશના પણ કરવા માંડી તે વખતે તેમની બાજુમાં મેં પેલા મહાત્મા સદાગમને જોયા.
૧ જ્ઞાનવસરણઃ જ્ઞાનાવરણી કર્મ. મેહરાય મેાટા રાજા પાસે બીજા સાત રાજાએ વર્ણવવામાં આવ્યા હતા. જીએ પ્રસ્તાવ ૪. પ્ર. ૧૮ (પૃ. ૮૮૮). એમાં એક રાજ જ્ઞાનસંવરજી હતા. તે રાન્ત જ્ઞાનનેા અંતરાય કરે છે, આત્માના જ્ઞાન ગુણની સામે આવરણ નાખે છે અને વસ્તુનું સત્ય જ્ઞાન થવા દેતા નથી.
૨ સંસારીજીવ પેાતાની વાર્તા અગૃહીતસંકેતા પાસે કહે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org