SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮]. સંસારબજાર. ૧૭૩૯ “ નામના ભયંકર ઉદર એનો લેપ કરી નાખે છે, મહામહ નામને “અતિ ભયંકર બિલાડો એને આખું ને આખું ગળી જાય છે, પરીષહ ઉપસર્ગ નામના હસો અને મચ્છરો એને વારંવાર ખ મારીને ગરમ ગરમ કરી મૂકે છે, દુષ્ટાભિસંધિ અને વિતર્ક નામના વ્રજ જેવી આકરી સુંઢવાળા માંકડે એનું લેહી ચૂસીને એને આકુળવ્યાકુળ કર્યા કરે છે, ખોટી ચિંતા નામની ગોળીઓ એને વારંવાર “ત્રાસ આપ્યા કરે છે, ભયંકર આકૃતિ ધારણ કરનારા પ્રમાદ' નામના “કાકિડાઓ તેનો વારંવાર તિરસ્કાર કર્યા કરે છે. અવિરતિ જાઓલ (કચરા) નામની જૂના જાળાઓ વડે વારંવાર પંખ ભરાય છે અને “મિથ્યાદર્શન” નામનું અતિ ભયંકર અંધારું તેને તદન આંધળું કરી ૧ પરીષહ ઉપસર પરીષહ-કર્મનિર્જરા એ સહન કરવામાં આવે તે. તેના પ્રસિદ્ધ બાવીસ પ્રકાર છે. જુઓ નવતત્ત્વપ્રકરણ, સંવરદ્વાર. વિસ્તાર માટે પ્રવચન સારોદ્ધાર દ્વારા ૮૬ મું. દેવ, મનુષ્ય, તિર્યંચ વિગેરેથી ઉત્પન્ન કરાતાં દુઃખને ઉપસર્ગ કહેવામાં આવે છે. વીરપરમાત્માને ચંડકોશીઆએ, સંગમ, ગોશાળે કર્યા હતા તે સર્વ ઉપસર્ગ કહેવાય છે. ૨ દુષ્ટાભિસંધિઃ દુષ્ટ પરિણામનું ચિંતવન. કોઈને વિનાશ કરવા માટે અને કોઈને નુકસાન કરવાના વિચારે. એથી તેમાં થાય છે. દુષ્ટાભિસંધિને પરિવાર ત્રીજા પ્રસ્તાવમાં વિસ્તારથી બતાવાઇ ગયો છે, જુઓ પ્ર. ૩. પ્ર. ૨૧. ૩ વિતર્ક અસ્તવ્યસ્ત વિચાર આવે તેને વિતર્ક કહે છે. ૪ ખોટી ચિતાઃ ભવિષ્યમાં શું થશે તેની ખાલી કલ્પનાઓ. ગોળીઓ વારંવાર અવાજ કરીને તેમજ જીને પકડીને ત્રાસ આપે છે તે જાણીતી વાત છે. બેટી ચિતા મનની એવી જ સ્થિતિ કરી મૂકે છે. ૫ પ્રમાદઃ મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા. ચિત્તને ઠેકાણે પડવા જ દેતા નથી. કાકિડો નકામી ડોક હલાવી જેમ ઘરમાં તિરસ્કાર કરે છે તેમ પ્રમાદો પણ પ્રાણીના ચિત્તને અપમાન આપ્યા જ કરે છે. અથવા પ્રવચનસારોદ્ધારના ૨૦૭ મા દ્વાર પ્રમાણે પ્રમાદો આઠ પ્રકારના છે: ૧. અજ્ઞાનઃ મૂઢપણું; ૨. સંદેહઃ આ વાત આમ હશે કે કેમ એવી શંકા; ૩, મિથ્યાજ્ઞાન ઉલટા પ્રકારના જ્ઞાનને આદર; ૪. રાગઃ પ્રેમ, વિચાર વગરને આદ૨; ૫. શ્રેષ: અપ્રીતિ, વ્યવસ્થા વગરની; ૬. સ્મૃતિભ્રંશઃ વાતો ભૂલી જવી, વિસ્મરણ થયું; ૭, ધર્મ અનાદરઃ ધર્મને આદર ન કર; આળસ કરવું; ૮, યોગ: મન વચન કાયાને દુષ્ટપણે ધારણ કરવા. ૬ અવિરતિઃ વાંદરાના શરીરમાં નું બહુ પડી જાય છે અને તેને આખા વખત હેરાન કર્યા કરે છે. કોઈ પ્રકારના વ્રત નિયમ ન લેવા એ અવિરતિ દશા કહેવાય છે. વાનર શરીરને એ દશા બહુ ત્રાસ આપનારી છે એ અત્ર વક્તવ્ય છે. એ દશામાં શરીરમાં જેમ મેલ વધારે થાય છે તેમ આત્માપર ઘણો કચરો ચઢયા કરે છે. ૭ મિથ્યાદર્શનઃ અજ્ઞાન. અનાદિ કાળથી ચાલ્યું આવતું અજ્ઞાન-અંધકારમાં અને મિયાદશનમાં જરા પણ ફેર નથી. આત્મામાં તદ્દન અંધકાર રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy