________________
૧૭૩૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ ગડબડ મચાવી મૂકતા હતા. એ બજાર અનેક નવાઈઓથી ભરપૂર હત, નિરંતર આકુળવ્યાકુળ અને જાગતો રહેતો હતો અને આ દુનિયામાં એના જેવો બજાર બીજે કઈ જોવામાં આવતું નહોતું. મેં જ્યારે એ લેકેને બહુ બારિકીથી સારી રીતે નિરીક્ષણ કરીને જોયા ત્યારે મને માલુમ પડ્યું કે એ બજારમાં રહેલા સર્વે લેકે અંદરખાનેથી બહુ દુઃખી હતા. હવે તે વખતે આ સામે બેઠેલા મુનિરાજે (મારા ગુરૂએ) મારી ઉપર કૃપા કરીને જ્ઞાનરૂપ અંજન (આંજણ) મારી આંખોમાં આંક્યું. એ અંજનના ઉપયોગથી મારી નજર બહુ નિર્મળ થઈ ગઈ
અને તેના ઉપયોગથી એ દુકાને પૂરી થાય ત્યાં એક મઠ શિવાલય. મઠ નામનું શિવાલય દૂરથી મારા જેવામાં આવ્યું.
એ શિવાલયમાં “મુક્ત” નામના અનંત પુરૂષો મારા જોવામાં આવ્યા. તેઓ નિરંતર આનંદથી સુંદર અને કઈ પણ પ્રકારની બાધા પીડાથી રહિત હતા એમ મારી બુદ્ધિવાળી નજરથી મારા જેવામાં આવ્યું. હું પણ પેલી દુકાનોમાં વેપાર કરતે હોઉ એમ મને જણાયું; પણ પેલા મઠ શિવાલયને જોયા પછી મને તે મઠને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છાવાળે નિર્વેદ (વૈરાગ્ય) થઈ આવ્યો. પછી આ મારા ગુરૂરાજને મેં કહ્યું કે “હે નાથ ! આપણે આ બજાર છેડીને ચાલે પેલા શિવાલયમાં રહેવા જઈએ, કારણ કે આ અત્યંત આકરા બજારમાં અને તે એક ક્ષણ વાર પણ શાંતિ વળતી નથી, મારી તે આપસાહેબની સાથે પેલા મઠમાં જવાની ઈચ્છા થાય છે. મારી આવી ઈચ્છા સાંભળીને ગુરૂરાજે મને કહ્યું “ભાઈ! તારે મઠમાં જવાની ઈચ્છા હોય તે તું મારી દીક્ષા ગ્રહણ કર, કારણ કે એ દીક્ષા મઠને જલદી પ્રાપ્ત કરાવી આપનાર છે. જવાબમાં મેં મારા ગુરૂને કહ્યું
મહારાજ! એમ હોય તો મને એ દીક્ષા જલદી આપો, એમાં જરા પણ વિલંબ કરે નહિ.” મારે આવો જવાબ સાંભળીને તેઓશ્રીએ મને આ પરમાત્માના મતની દીક્ષા આપી અને પેલા મઠને પ્રાપ્ત કરવાનાં કારણે રૂપ કર્તવ્ય મને બરાબર સમજાવ્યાં. ભાઈ! એ કર્તવ્યો બજાવતો અત્યારે હું અહીં રહ્યો છું.'
૧ વિવેચન. આ હાટમાર્ગ. બજારનું વર્ણન બરાબર સમજી શકાય તેવું છે. વ્યાપારીઓ તેનો અક્ષરેઅક્ષર સમજે તેવું છે. બજારમાં છોકરાઓ ગરબડ કરે તે નાના શહેરની બજારો જેવાથી જણાઈ આવશે. સખ્ત પ્રવૃત્તિવાળા બજારના લોકો ઉપર ઉપરથી ધન પેદા કરતાં હોય પણ તેઓ પ્રવૃત્તિચક્રપર ચઢેલા હોવાથી સુખ મેળવી શકતા નથી તે મુંબઇની બજારમાં મોટા ધનસાથે કામ કરનારા તુરત સમજી શકે તેવું છે. શિવાલય મોક્ષ સ્થાન છે. ત્યાંના છાને એ ઉપાધિ હોતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org