________________
૧૭૩૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા [અલાવ ૭. ધર્મમાં લાગી જાય. મુનિએ એ પ્રમાણે જે વાત કરી હતી તેને ભાવાર્થ તારા સમજવામાં હવે આવ્યું હશે. ઉપરની હકીકત સાંભળીને સંસારીજીવ કહે છે કે મારા ઉપર
પણુ સહજ અસર થઈ. અગૃહીતસંકેતા! તે વખતે સંસારી જીવ. મારી કમેસ્થિતિ પણ ઘણી પાતળી પડી ગઈ, મારા પર અસર. મનમાં કાંઈક ભદ્રક ભાવ પણ જાગ્રત થશે અને
અકલકની વાત મને કાંઈક સુખ આપનારી લાગી, મીઠી લાગી, છતાં હું ગુપચૂપ રહ્યો, હું કાંઈ બોલે નહિ.
પ્રકરણ ૮ મું.
સંસારબજાર,
-
-
-
gિ IEEER :
(છઠ્ઠા મુનિનું વૈરાગ્ય કારણ,) અા કલેકે કહેલ ભાવાર્થ વિચારી તેને પરિણામે ભદ્રભાવ
પામેલે હું (ઘનવાહન સંસારીજીવ) મારા મિત્ર (અકલંક) સાથે છઠ્ઠા મુનિરાજ તરફ ચાલે. મારા | મિત્ર સાથે મેં પણ મુનિ મહારાજને વંદન કર્યું અને
| મુનિરાજે અમને ધર્મલાભ આપે. પ્રસ્તાવના કર્યા બાદ અગાઉની માફક વૈરાગ્યનું કારણ તે મુનિરાજને પણ અકલેકે પૂછયું. મુનિરાજે એ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું –
૧ અહીંથી સંસારજીવનો ઉત્થાનકાળ શરૂ થાય છે તે હવે પછીની કથામાં બરાબર લક્ષ્યમાં રાખશો. એક કથા, એક બનાવ, કેટલી અસર કરે છે તે આ પરથી જોવાનું છે. જીવનના નાના બનાવે કેટલીક વાર પ્રાણીની આખી પરિસ્થિતિને ફેરવી નાખે છે અને તેને સન્મુખ લઈ આવે છે, તેને આ માર્ગ ફેરવી નાખે છે. સદુપદેશની મહત્તા ઘણી છે.
૨ આ વાક્યથી જણાય છે કે હજી માનસિક ઉત્થાન થયું છે, તેની ક્રિયા આગળ થશે.
૩ ધર્મલાભ, જૈન સાધુને કે વંદન કરે ત્યારે જવાબમાં સાધુ તેને “ધર્મલાભ” તેને ધર્મપ્રાપ્તિ થાઓ એટલે આશીર્વાદને શબ્દ બોલે છે. એ જૈનનો ખાસ પારિભાષિક શબ્દ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org