SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક (ચાલુ ). ૧૦૨૫ “ મંડલિ` નિષદ્યાઅક્ષર વિગેરેમાં ખરાખર યત્ન કરવા, નાના મોટાના ક્રમ “ શાસ્ત્રમાં ફરમાવ્યો છે તે ખરાખર પાળવા, સાધુને યોગ્ય ઉચિત “ અશનક્રિયા' પાળવી, વિકથા' વિગેરે વિક્ષેપેાના સર્વથા ત્યાગ કરવા; “ ભાવપૂર્વક સર્વ ક્રિયા વિગેરેમાં ઉપયોગ રાખવેા; (સૂત્ર અર્થ) “ સાંભળવાના વિધિ અરાબર શીખવા, મેધ પરિણતિ ખરાખર આ“ ચરવી; સમ્યગજ્ઞાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય તે માટે બને તેટલા “ ચન્ન કરવે; મનની સ્થિરતા કરવી; પેાતાને જ્ઞાનરૂપ ધન મળી જાય “ તેનું જરા પણ અભિમાન ન કરવું; જ્ઞાનથી જે અજાણ્યા રહ્યા હોય ( અભણુ હાય) તેની હાંસી જરા પણ કરવી નહિ; વિવાદના સર્વથા ત્યાગ કરવા; સમજણુ વગરના માણસાની બુદ્ધિનું પ્રથક્કરણ કરવાનેા “ પ્રયાસ માંડી વાળવા અથવા અભણ અને ભણેલા વચ્ચેના તફાવત ** દ્ર ૧ સંલિઃ-સૂત્ર, સૂત્રને અર્થ, ભેાજન, કાલગ્રહણ, આવશ્યક, સઝાય અને સંથારે! એ સાત માંડલી કહેવાય છે, તે દરેકમાં એક એક આંખેલ કરીને પ્રવેશ કરવાના છે. (પ્ર. સા. દ્વાર, ૮૭). ૨ નિષદ્યાઃ શ્માસન, અક્ષઃ સ્થાપનાચાર્યું. ૩ ક્રમ-નાના સાધુએ વિડેલને વંદન કરવું, સાધુ થયાના કાળથી પેાતાના જન્મ માનવેા, સાધ્વીએ સર્વ સાધુને વંદન કરવું વિગેરે જ્યેષ્ઠલક્રમ પંચવસ્તુ વિગેરેમાં તાન્યેા છે, આપણે કલ્પસૂત્રની સુખેાધિકા ટીકાની ઉપેાધાતમાં તે સાંભળીએ છીએ. એ ક્રમપર આ ઉલ્લેખ છે, ૪ અશનક્રિયાઃ સાધુની ભેાજનક્રિયા ઉપર બહુ જ ભાર મૂકયા છે અને તેના નિયમેા ઘણા આકરા છે. આહાર લેવા જવામાં જ બહુ સમજણ રાખવી પડે છે. પિંડવિશુદ્ધિમાં આહાર લેવાના ૪૨ દષા તજવાના ખતાવ્યા છે તે કરણસિત્તરીને અંગે પ્રાપ્ત થાય છે. તેનું બહુ વિસ્તારથી વિવેચન પ્રવચનસારાદ્વાર ગ્રંથના સડસઠમાં દ્વારમાં આપેલ છે તે વાંચવાથી જણાય છે કે આ વ્યવહાર બહુ - કરી છે. ભેાજન કરતી વખત પણ પાંચ દેષા સંબંધી સાવચેતી રાખવી પડે છે. સાધુજીવનના ક્રિયા માર્ગના પુસ્તકો પૈકી લગભગ પચાસ ટકાથી વધારે વિભાગ ભેાજનવિધિની સાથે આગળ પાછળ સંબંધ રાખનાર છે. આ મહત્વના વિષયપર પુસ્તકા ભરાય તેટલું લખાય તેમ છે. જિજ્ઞાસુએ પંચવસ્તુ, પ્રવચન સારાદ્વાર વિગેરે પુસ્તકા જોવાં એવી ખાસ ભલામણ છે. ૫ વિકથા; રાજકથા, દેશકથા, સ્ત્રીસંબંધી કથા અને ભેાજન સંબંધી કથા. આ ચારને વિકથા કહેવામાં આવે છે. એ અનર્થે દંડ છે, નકામી વાતેા કરવી તે પ્રમાદને એક પ્રકાર છે, સંસાર વધારનાર છે અને નકામેા ખેદ ઉત્પન્ન કરનાર છે. ૬ ઉપયોગ: જ્ઞાન દર્શન ગુણના વ્યયને ઉપયાગ કહેવામાં આવે છે. ઉપયોગ વગર અન્યચિત્તે કે નિરાદરપણે અનુષ્ઠાન થાય તે નકામાં જેવાં થઇ પડે છે. ૭ તફાવત: અભણ અને ભણેલાનેા તફાવત અભણ સન્મુખ પાડવાથી તેને અપમાન લાગે છે અને તે ધર્મથી વિમુખ થાય છે. આટલા સારૂ તેનેા ભેદ મનમાં સમજવેા, પણ પ્રગટ રીતે અપમાન લાગે તેમ તેમને ભેદતેમની સમક્ષ પાડવા નહિં. ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy