________________
પ્રકરણ ૬ હું.
ચાર વ્યાપારી કથાનક.
{ પંચમ મુનિ વૈરાગ્યપ્રસંગ, }
-
સંસારીજીવ પોતાનું ચરિત્ર સદાગમ સમક્ષ આગળ કહે છે, અગૃહીતસંકેતાને ઉદ્દેશીને તે બાલે છે અને પ્રજ્ઞાવિશાલા તેમજ ભવ્યપુરૂષ તે સાંભળે છે. સંસારીજીવ આગળ કહે છે.—
હે અગૃહીતસંકેતા ! હું ( ઘનવાહન ) અને અકલંક મારા મિત્ર ત્યાર પછી નજીકમાં બેઠેલા પાંચમા મુનિ પાસે ગયા, તેમને વંદન કરીને અત્યંત ઉદાર બુદ્ધિવાળા મારા મિત્ર અકલંક સાથે હું તેમની સામે બેઠો. મુનિરાજે અમને સામાન્ય પ્રકારે દેશના આપી તે અમે સાંભળી અને ત્યાર પછી અકલંક અને મુનિરાજ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇઃ
અકલંક— ખાળવયમાં આપે આવી આકરી દીક્ષા લીધી છે તે જોઇને મને સહજ કૌતુક થાય છે; આપને આવી દીક્ષા લેવાને શે પ્રસંગ બન્યો તે આપ મને જણાવવા કૃપા કરો.”
tr
મુનિ ભાઇ ! આ દૂર ગુરૂમહારાજ બેઠા છે તેમણે મને એક કથા કહી તે સાંભળીને મને વૈરાગ્ય થયા અને મેં દીક્ષા લીધી.” અકલંક મહારાજ ! જે કથા આપને આવા અનુપમ વૈરાગ્યનું કારણુ થઇ પડી તે કથા મારા ઉપર કૃપા કરીને મને જરૂર સંભળાવા. મને લાગે છે કે એ કથા ઘણી સાંભળવા જેવી હશે. આપ તેટલા માટે મારી પર મહેરબાની કરો.”
Jain Education International
મુનિ— એમાં કાંઇ વાંધા જેવું નથી, સાંભળ. ગુરૂમહારાજે મને કથા કહી તે નીચે પ્રમાણે હતી.”
For Private & Personal Use Only
www.jainelibrary.org