________________
પ્રકરણ ૫] પાંચ કુટુંબીઓનું ભજન.
૧૬૯૯ ગયેલા અને રક્ષણથી રહિત દેખાય છે તે જ ભદ્ર! તું પણ પૂર્વે હતું. અને વળી જે તારા શરીર ઉપર કર્મનું અજીર્ણ અત્યારે પણ દેખાય છે તે તેને પચાવવા માટે હું તને જે ક્રિયા બતાવું તે તું કર. અને વળી ભાઈ! તને હું જણાવું છું કે મારી એ સુંદર ક્રિયાને તું નહિ કર તો સંસાર માં ફરીવાર પણ દુખગ્રસ્ત થઈશ, જ્ઞાનનું ફળ.
ગુરૂમહારાજે ઉપર પ્રમાણે વચન કહ્યાં તે સાંભળીને ગુરૂ પાસે એ મુનિએ જેનેંદ્ર મતની દીક્ષા લીધી અને ગુરૂમહારાજે જે ક્રિયાનું આસેવન બતાવ્યું તે સર્વ બરાબર કર્યું. હવે અત્યારે એ કર્મભોજનથી થયેલું અજીર્ણ ઓછું કરતો રહે છે. આવી રીતે મુનિએ પિતાને વૈરાગ્ય થવાનું કારણ આપણી પાસે કહી સંભળાવ્યું. ટીકા અને વિવેચન
ભાઈ ઘનવાહન! માત્ર આ સાધુ મહારાજ જ આ સંસારમાં કર્મઅન્નથી થયેલા અજીર્ણથી પીડા પામેલા છે એમ ન સમજતા. આપણે સર્વ પણ એવી જ પીડા ભેગવીએ છીએ એમ તારે સમજવું. મનુષ્યભાવ પ્રાપ્ત કરીને આપણું જેવાએ પણ કર્મરૂપ અજીર્ણનું ધન કરવું જોઈએ અને તેમ કરવા સારૂં આપણે દીક્ષા લેવી જોઈએ.”
અહીતસંકેતા! તે અવસરે મારામાં તે કર્મને ભાર ઘણો વધારે હોવાથી અકલેકે મને જે વિચારે બતાવ્યા તે કાંઈ મને રૂચ્યા નહિ અને મેં તે તેની અવગણના જ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org