________________
પ્રકરણ ૫] પાંચ કુટુંબીઓનું ભજન.
૧૬૮૭ તેમણે પોતાના ઔષધે મારા ઉપર પ્રયોગ કર્યો તે સર્વ વાત બરાબર બંધબેસતી આવે છે તે તું સાંભળ-એ મહાત્મા મુનિઓ સિદ્ધાન્તરૂપ વૈદા માટે ઘણો પ્રયત્ન કરતાં હોય છે અને પિતે જાતે નિષ્ણાત હોઈ સંસારની અંદર રહેનારા સર્વ પ્રાણુંઓનાં સ્વરૂપને બરાબર જાણી શકે છે. એવી રીતે જ્યારે વ્યાધિગ્રસ્તને એ વૈદ્યરાજે તપાસે છે ત્યારે તેઓને જણ્ય છે કે પ્રાણીઓ કર્મભોજનથી થયેલા સનેપાતની અસરથી પીડાય છે. આવા અવલોકનને પરિણામે તેઓને પ્રાણી ઉપર બહુ જ કરૂણું આવે છે. પછી એ ભાગ્યશાળી મહાત્માઓ કેવા ઉપાયથી આ પ્રાણીઓને સંસારના કલેશથી મુક્ત કરી શકાય તેનો વિચાર કરે છે. આમ હોવાથી તે પ્રાણુઓ મુનિ મહારાજની નિંદા કરે, તેઓ સામે ક્રોધ કરે, અથવા તેમને મારે કૂટે તે પણ તે મહાસોને તેથી જરા પણ ક્રોધ ઉત્પન્ન થતો નથી, તેઓ તે વિચાર કરે છે કે એ બાપડા (પ્રાણુઓ) કર્મસનેપાતથી અત્યંત પીડા પામતા દેખાય છે, મિથ્યાત્વરૂપ ઉન્માદથી તપી ગયેલા દેખાય છે, પિતાના પાપરૂપ ઝેરથી મૂછ પામેલા જણ્ય છે, સર્વદા દુઃખના ભારથી દબાઈ ગયેલા જોવાય છે, અને વિશુદ્ધ ધર્મની ચેષ્ટા નાશ પામી ગયેલા દેખાય છે, તેમ હોવાથી પરવશ પડેલા તેઓ નિંદા આક્રોશ કે મારકુટ કરે તો તેના ઉપર કો ડાહ્યો માણસ કેપ કરે? કૃપા કરનારા માણસે-કરૂણારસિક છે દુખ ઉપર ડામ દેતા નથી, ઘા ઉપર મીઠું મૂકતા નથી.
વળી તેઓ વિચાર કરે છે કે એ પ્રાણુઓ કર્મથી ઘેરાયેલા હોઈ બાપડા દયાને પાત્ર છે એટલું જ નહિ પણ વિવેકી વિચારવંતોને તેઓ સંસારથી ઉદ્વેગ કરાવનાર પણ થઈ પડે છે, તે આવી રીતેઃ સંસારમાં અહીં તહીં ફરનારા અને વસ્તુતઃ સનેપાતના ચાળા કરનાર અને એવી રીતે ગાંડા થયેલા અથવા ઉન્માદ પામેલા જોઈને જિનેંદ્રમત દ્વારા કથિત સ્વરૂપ સમજનાર ડાહ્યા માણસને મનમાં એમ થાય છે કે અરેરે ! મનુષ્યપણું પામ્યા છતાં પણ આ બાપડાની આવી સ્થિતિ થઈ એ ઘણુ ખોટું કહેવાય. એવી સનેપાત અને ઉન્માદની અસરતળે સંસારના જીને સંચાર અને પછી સંસારકારાગૃહ ઉપર કેને પ્રેમ આવે? અને તેમાં પણ તે સ્વરૂપ સમજ્ય હેય તેને તે એ વાતમાં આનંદ કેમ જ આવે?
૧ નિષ્ણાત અસાધારણ સંપૂર્ણતા પ્રાપ્ત કરનાર(expert)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org