________________
પ્રકરણ ૫] પાંચ કુટુંબીઓનું ભોજન. તો તેઓ અવ્યક્ત સ્વર કરતા, બોલબોલ કરતા અને ઉઘતા તેમજ લવલવ કરતા અને દુઃખમાં ગરકાવ થયેલા દેખાયા-આવું દશ્ય જોઈને મને ઘણે ભય થઈ આવ્યું.
મહાત્મા મુનિએ મને કહ્યું “ભાઈ ! જ્યાં સુધી ભજન કરતા હતો ત્યાં સુધી ભજનના દેષથી તું પણ એવો જ હતું, અને જે, તારા શરીર ઉપર હજી પણ અજીર્ણના વિકારે થોડા થોડા દેખાય છે; માટે ભાઈ ! જે બાબતનો હું ઉપદેશ કરું છું તે પ્રમાણે તું નહિ કરીશ તો પાછો ફરી વાર પણ એવાં જ દુઃખમાં ગરકાવ થઈ જઈશ.” મુનિ મહારાજનાં આવાં વચન સાંભળીને, તેમની વાત પર ભરોસે પડેલે હોઈને અને મડવાસનાં દુઃખના ભયથી ત્રાસ પામીને આ ભજનના અજીર્ણનું શધન કરે તેવી દીક્ષા મેં લીધી. હવે આ મહાત્મા મુનીશ્વર મને જે જે ક્રિયા કરવાને ઉપદેશ આપે છે તે તે સર્વે હું કરું —આ મારા વૈરાગ્યનું કારણ છે.”
અકલેકે મુનિમહારાજની આ વાત સાંભળીને પ્રીતિથી પિતાની આંખ ઊંચી કરી અને પછી તેમને વંદન કરી તે બીજા મુનિ તરફ ચાલ્યો. મેં અકલંકને પૂછયું “ભાઈ ! આ મુનિએ શું કહ્યું તે મારા સમજવામાં આવ્યું નહિ, માટે એમણે જે કહ્યું કે તું મને સમજાવ.”
વિસ્તારથી ખુલાસા. મઠમાં વસનારા અને ભક્તોનું મંડળ,
અકલંકે ખુલાસો કરતાં જણાવ્યું -
ભાઈ ઘનવાહન ! આ મુનિમહારાજે સંસારને ચટ્ટના મઠના આકારવાળે જો અને તે હકીકત તેમણે એ પ્રકારે નિવેદન કરી. પ્રાણુઓ જુદાં જુદાં રૂપ ધારણ કરતા હોય છે તે સર્વ લેઢાની સળીઓ જેવા અને અનેક પ્રકારના છે અને એક બીજા સાથે સંબંધ વગરના હોવાથી તે મઠધારીઓ જેવા છે એમ જાણવું. તે હકીકત આવી રીતે છે–એ જીવોના કઈ મા નથી, કેઈ બાપ નથી, કેઈ સગા
૧ મઠમાં રહેનારા પણ એવી જ સ્થિતિના હોય છે. આ મઠ તે શૃંગેરીમઠ જે હોય એમ લાગે છે. અથવા કાશીમાં અભ્યાસ સારૂ મેટા શાસ્ત્રીઓના મઠો હોય છે તેની સાથે આ ચટ્ટોને મઠ સરખાવવા યંગ્ય લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org