________________
૧૬૭૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ રમાં જઈને તેને પિતાના વૈરાગ્ય થવાના કારણ તરીકે જણાવ્ય; તે વાત આવી રીતે છે તે તું લક્ષ્યમાં લઈને સમજ -
આ સંસાર ખરેખર દારૂના પીઠા જેવો જ છે, કારણ કે એમાં અનેક બનાવ બની ગયા છે, બને છે અને બનશે; એમાં અનંતા “દારૂડીઆનો પાઠ ભજવે છે, આઠ પ્રકારનાં કર્મો અને તેના “ઉત્તર ભેદો જુદા જુદા પ્રકારના દારૂને (મો ) ભાગ ભજવે છે; “એમાં ચાર પ્રકારના કષાયો આસવનો ભાગ ભજવે છે; એમાં
નવ નોકવાયો સરકાને ભાગ ભજવે છે; એમાં ચાર ઘાતિ કર્મો “( જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય) સુરા (દારૂ) ને પાઠ ભજવે છે; જુદી જુદી ગતિના આયુષ્યો તે મદિરાને આધારભૂત હોવાથી ચિત્રવિચિત્ર મઘપાત્રો (વાસ)નો ભાગ ભજવે
છે; પ્રાણીઓનાં શરીરે કર્મરૂપ મને ઉપયોગ કરનારા હોવાથી “ દારૂ પીવાનાં પાત્રોનો ભાગ ભજવે છે; ઇંદ્રિયે શરીરને વિભૂષણ “ કરનારી હોવાથી અને અત્યંત આસક્તિના કારણથી કાળાં કમળની.
ભા ધારણ કરવાને ભાગ ભજવે છે. કર્મરૂપ દારૂમાં મત્ત થયેલા લેકે દારૂના ઘેનમાં લચપચ થઈ ગયેલા હોય છે અને નાચવા કુદવાની તેમજ બીજી અનેક પ્રકારની ગમતો તેમ જ હાસ્ય, ચાળા અને કલબલાટ કરે છે; તે ચાળાચેષ્ટામાં કછુઆ કંકાસો “મૃદંગનો ભાગ ભજવે છે; અંદર અંદર ઘણે કલેશ કરનારા અને
ગડમથલ કરનારા લુચ્ચા લકે તેમાં કાંસીઓને ભાગ ભજવે છે; “ દુઃખી પ્રાણીઓના દુઃખના મંદ મંદ વિલાપ અને નિ:શ્વાસ વીણાને ભાગ ભજવે છે; શેકથી ભરેલા લોકેના કરૂણ અવાજે ત્યાં વાસના અવાજોને ભાગ ભજવે છે; આપત્તિમાં આવી પડેલા પ્રાણીઓની ચેષ્ટાઓ મુકુન્દના જેવા અવાજો કરવાને પાઠ ભજવે છે; વહાલાના વિગ વિગેરે પ્રસંગે લેકેની દીનતા બતાવનારી ચીસો ત્યાં ખડ“તાળને પાઠ ભજવે છે; અત્યંત અજ્ઞાનને તાબે થઈ મૂર્ખ લેકે “જાનૈયાનું અનુકરણ કરે છે. દારૂ પીનારા.
“એમાં દેવતાઓ સુંદર આકૃતિવાળા લોકો ભાગ ભજવે છે
૧ આસવ, સરકે, મદ્ય અને સુરા એ જૂદી જૂદી રીતિથી બનાવેલા દારૂના પ્રકારે છે. (Spirit, wine , alchohol વિગેરે)
૨ મધપાત્ર એટલે દારૂને ભરવાનું પાત્ર (બાટલી વિ૦). દારૂ પીવાનાં પાત્ર તે ગ્લાસ વિગેરે સમજવા.
૩ એક જાતનું વાજિત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org