________________
પ્રકરણ ૩] દારૂનું પીઠું (મદિરાશાળા).
૧૬૭૩ જે બ્રાહ્મણ છે. એ સર્વ બ્રાહ્મણોએ પણ પ્રવ્રજ્યા (યતિષ) લીધી હતી જેથી મેં પણ તેમ જ કર્યું (પ્રત્રજ્યા લીધી). દારૂથી જે અજીર્ણ મને થયું હતું તે હજુ સુધી જો કે મને મટી ગયું નથી તો પણ મને પૂર્ણ આશા છે કે આ પ્રત્રજ્યાના જોરથી મારા સર્વ અજીર્ણને હું કાપી નાખીશ. ભાઈ ! આ મારા વૈરાગ્યનું કારણ છે.”
ક.
અગૃહીતસંકેતા! જ્યારે સાધુ મહારાજ આ પ્રમાણે પિતાની
વાર્તા કરી રહ્યા હતા તે જ વખતે અકલંકના મનમાં અકલંકને સ્વ- સાધુ શું બેલે છે તે માટે વિચાર ચાલ્યા કરતા હતા. જાતિસ્મરણ. એ સંબંધી વિચાર કરતાં કરતાં અકલંકને જાતિસ્મ
રણ જ્ઞાન થયું. પૂર્વ ભવમાં પોતે અભ્યાસ કરેલ જ્ઞાન તેને યાદ આવ્યું તેથી મુનિ મહારાજ જે વાર્તા કરી રહ્યા હતા તેની અંદર ભાવાર્થ તેના ધ્યાનમાં આવી ગયો. તે પિતાના મનમાં બહુ પ્રમોદ પામ્ય અને મુનિ મહારાજને વંદના કરી ત્રીજા મુનિરાજની તરફ ચા .
અગાઉની જેમ મેં (ઘનવાહને) અકલંકને પૂછવું કે “ભાઈ ! આ વાર્તાને ભાવાર્થ હું તે કાંઈ સમજે નહિ, મને તેની અંદરની વાત બરાબર સ્પષ્ટ કરીને સમજાવ! એટલે અકલેકે તે વાતનું રહસ્ય કહેવા માંડ્યું -
મદિરાશાળા એ સંસાર તેમાં આસ-મદ્યપાત્રો,
દારૂની અસરમાં ધમાલ, દારૂનું પીઠું
ભાઈ ઘનવાહન ! આ સંસાર છે તે જ દારૂનું પીઠું અથવા મદિરાશાળા છે એમ જણુવતાં આ મુનિએ આ સંસારને તે આકા
૧ બીજા મુનિએ ઘનવાહન અને અકલંક સમક્ષ પોતાના વૈરાગ્યનું કારણ જણાવ્યું આ આખી વાર્તા સંસારી જીવ અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને સદાગમ સમક્ષ કહે છે તે લક્ષ્યમાં રાખવું.
૨ જાતિ મરણઃ પૂર્વભવમાં પોતે કયાં હતા, કોણ હતો તેની વિગત સમરણમાં આવે તેને જાતિસ્મરણ જ્ઞાન કહે છે. સંજ્ઞી પંચંદ્રિય સંબંધી સંખ્યાતા ભવ તેમાં યાદ આવે છે. એ મતિજ્ઞાનનો ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org