________________
પ્રકરણ ૩]. દારૂનું પીઠું (મદિરાશાળા).
૧૬૭૧ દના વિલાસ ઉડ્યા કરે છે અને મેરલીના અવાજે થયા કરે છે. સર્વ વખત તેઓ પાસે આવી ધમાલ થયા કરે છે અને તેઓ પણ નાચે છે, કૂદે છે, હસે છે, રડે છે અને પિતાની સ્ત્રીઓ સાથે પોતાની જાતને અનેક પ્રકારની વિડંબનાઓ કર્યા કરે છે. એ લેકે પણ મદિરામર રહેતા હોવાથી તેની અસરતળે અંદર અંદર એક બીજાની ઈર્ષા કરે છે, શોક કરે છે, વારંવાર અભિમાનમાં ફેલાઈ જઈ અકાર્યો કરી બેસે છે અને ચારે સમુદાયમાં રહેલા તેઓ પોતાની જાતને કાંઈક સુખી માને છે તે પણ
વાસ્તવિક રીતે તેઓ પણ દુઃખી જ છે. “(૧૨) વળી એ દારૂના પીઠામાં થોડાક (સંખ્યાતા) એવા પણ
લેકે છે કે જેઓ દારૂના પીઠામાં રહેવા છતાં બીલકુલ દારૂ પીતા નથી અને મધ્યસ્થ ભાવે રહેતા હોય છે. દર રેજ વારંવાર દારૂ પીનારા લેકે આવા લેકેની મશ્કરી
કરીને ટીકા કરતાં તેમને બ્રાહ્મણનું ઉપનામ આપે છે. “(૧૩) વળી એ આપાનક(મદિરાશાળા)ની બહાર બીજા
અનંત કે એવા છે કે જેઓ જાતે મહા બુદ્ધિશાળી અને દારૂના ઘેન વગરના હોય છે. તેઓ આવા ગડબહવાળા અવ્યવસ્થિત પીઠાને જોઈને તેનાથી દૂર થઈ ગયેલા છે, બાધા પીડા વગરના થઈ ગયા છે અને નિરં
તર આનંદઉત્સવમાં મગ્ન છે.'
આવા આવા જુદા જુદા પ્રકારના અનેક વિભાગે તે દારૂના પીઠામાં અને પીઠાની બહાર જણાતા હતા તેના મે તમને તેર વિભાગ ગણુવ્યા. હું દારૂની અસરતળે ખૂબ રાચી રહી પહેલાં તે પ્રથમના વર્ણવેલા વિભાગમાં ઘણું કાળ સુધી રહ્યો. પછી અથડાતાં પછડાતાં હું બીજા વિભાગમાં ગયે અને ત્યાં પણ દારૂના ઘેનમાં મસ્ત રહી ઘણે કાળ પડ્યો રહ્યો. વળી કઈ વાર ધમાલ કરતો હું ત્રીજા વિભાગમાં આવ્યો અને ત્યાં પણ દારૂમાં ચકચૂર ઘણું વખત સુધી રહે. વળી ત્યાર પછી ચેથા વિભાગમાં દારૂની લાલસાવાળે થઈને ગયે. ઉપર મેં તેર વિભાગ ગણાવ્યા તે સર્વ એ લેકના ભેદે છે તેનું સમાસથી મેં વર્ણન કર્યું. એમાં જે પ્રથમ વિભાગ છે અને છેવટના બે
૧ મુનિઓનું વર્ણન છે. ૨ સિહનું વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org