________________
૧૬૭૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ કરતાવ ૭ (૧૦) વળી એ મદિરાશાળામાં અસંખ્ય મનુષ્ય છે તેઓ બે
પ્રકારના છે–એક તે તદ્દન ગાઢમત્ત થઈ ગયેલા અસંખ્ય છે અને બીજા સંખ્યાતા છે. એમાં જે મનુષ્ય તદ્દન મત્ત છે તેઓ જમીન પર આળોટે છે અને બાપડા દારૂના ઘેનમાં વમનને, થુંકને, પિત્તને, વિષ્ટાને તેમજ મૂત્રને ખાય છે અને પીએ છે. દારૂના ઘેનમાં તેઓને ખબર પણ પડતી નથી કે તેઓ શું કરે છે. વળી ભદ્ર! સંખ્યા ગણી શકાય તેવા મનુષ્ય બીજા પ્રકારના છે તેઓ વળી દારૂની અસરતળે અરસ્પરસ લડાઈ કરે છે, મોટા મોટા ફૂદકા મારે છે, નાચ કરવા લાગી જાય છે, ઊંચેથી ખડખડાટ હસે છે, ગાયન કરવા મંડી જાય છે, મોટું મેટું ઠેકાણું વગરનું ભાષણ કરવા લાગી જાય છે, નકામા રખડ્યા કરે છે, જમીનપર લેટી પડે છે, દેડાદોડ કરી મૂકે છે, વિલાસના આનંદરસમાં મેલ કચરાથી ભરેલી અને માંસ અને લેમ આદિ તુચછ વસ્તુઓથી પરિપૂર્ણ થયેલી સ્ત્રીઓના ગાલોને ચુંબન કરે છે, આંખે ચાટે છે અને સમજુ માણસને શરમ આવે તેવું અતિ વિચિત્ર વર્તન કરે છે, અનેક પ્રકારના ચાળા કરે છે, માબાપને મારવા સુધીની હદે પણ પહોંચી જાય છે, ચોરી વિગેરે અનાર્ય કાર્યો કરવા પણ લાગી જાય છે અને ગમે તેવાં ભ્રષ્ટ કાર્યો કરવા તત્પર બને છે; વળી એવાં કામને પરિણામે
એ રાજપુરૂષ વડે સપડાય છે ત્યારે અનેક પ્રકારની ભયંકર વેદના સહન કરે છે અને ઘણે માર ખાય તે પણ
દારૂ પીવાના કામથી જરા પણ પાછા હઠતા નથી. (૧૧) વળી એ દારૂના પીઠામાં અસંખ્ય પ્રાણુઓ બીજા આવી
રહેલા છે જેઓને ચાર ટેળામાં વહેંચી નાખવામાં આવ્યા છે. તેઓ પણ દારૂના ઘેનમાં ચકચૂર થયેલા હોય છે, આખે વખત કલબલ કલબલ કર્યા કરનારા હોય
છે; તેઓની સામે વાંસ અને વીણુના સુંદર અવાજે - થયા કરે છે, નાટક અને ખેલણ ચાલ્યા કરે છે, આન૧ પ્રથમ ચઉદ સ્થાનકીઆ સંમર્હિમ મનુષ્યનું અને પછી ગર્ભજ મનુષ્યનું વર્ણન છે.
૨ અહીં બે. જે. એ સાયટિવાળા મૂળ ગ્રંથનું પૃ. ૯૭૬ શરૂ થાય છે. ૩ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિર્ અને વૈમાનિક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org