________________
-પ્રકરણુ ૩]
દારૂનું પીઠું (મદિરાશાળા).
૧૬૬૯
'
“ (૬) વળી દારૂના ઘેનમાં મસ્ત થઇ ગયેલા બીજા અસંખ્ય લેાકેા ત્યાં એવા છે કે જેઓ આંખા ઉઘાડે તે સામે પડેલી વસ્તુને જોઇ શકે પણ તે કાને કાંઇ સાંભળી શકતા નથી. તેવાઓની ચેતના ઉપર પણ દારૂની અસર સ્પષ્ટ દેખાઇ આવે છે.
“ (૭) વળી ત્યાં અસંખ્ય લોકો એવા છે કે જેની ચેતના મદિ રાના ઘેનમાં તદ્દન શૂન્ય થઇ ગઇ છે, જેનાં મન મરી ગયાં છે અને જેએ મન વગરના જણાઇ આવે છે.
ke
k
જે.
(૮) વળી ત્યાં ખીજા અસંખ્ય લોકો એવા છે કે જેની ચેતના વધારે સ્પષ્ટ થયેલી હેાય છે, પણ જેઆમાં અત્યંત ખરાબ મદિરાની અસર બહુ વધારે રહેલી હેાય છે; તેઓ બાપડા દુષ્ટ વેરીએથી વારંવાર દાય છે, ભેદાય છે, ચીરાય છે અને વળી અરસ્પરસ એક બીજાને છેદે છે, ભેદે છે, કાપે છે અને તેમ કરીને મહા ભયંકર વેદના પામે છે. - (૯) વળી ત્યાં ખીજા અસંખ્ય લોકો એવા દેખાય છે એનાં ચિત્ત દારૂના ઘેનમાં તદ્દન ભયભ્રાન્ત થઇ ગયાં હાય છે. તેઓ બીચારા દારૂની અસર તળે કોઇ પણ કામ કરવા જેવું નથી એમ તેા સમજતા જ નથી અને વળી વધારામાં જનાવરના અવતાર અને આકારને ધારણ કરનારા થાય છે, મોઢેથી બૂમ માર્યા કરે છે, પેાતાની માતા સાથે પણ સંભોગ કરે છે, દારૂની અસર તળે ધર્મ કે અધર્મને ઓળખતા નથી, ગમે તેવાં કામેા કર્યાં કરે છે, ખેલેલું વ્યક્ત સમજી ન શકાય તેમ ખેલે છે. તેમાનાં કેટલાક જમીનપર આળેટ્યા કરે છે, કેટલાક દારૂની ધૂનમાં આકાશમાં ઉડ્યા કરે છે અને કેટલાક દારૂના કેફમાં ચકચૂર થઇ પાણીમાં ડૂબકી મારી પડી રહે છે.જ એ લોકો માંહેામાંહે પણ અરસ્પરસ લડી મરે છે, અને અત્યંત આકરાં દુઃખા સહન કરે છે. ખરેખર, દારૂ સર્વ આપત્તિઓનું સ્થાન છે!
૧ ચારેંદ્રિયનું વર્ણન છે.
૨ આ અસંજ્ઞી પંચેંદ્રિય તિર્યંચનું વર્ણન છે;
૩ નારકા વર્ણવ્યા.
૪ આ સર્વે અંતર ભેદે (ગર્ભજ) પંચેંદ્રિય તીર્થંચના છે. ( અન્ન વર્ણન સ્થળચર ખેચર અને જળચરનું કર્યું છે.)
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org