________________
૧૬૬૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ પીનાર, (૧) ત્યાં અનંતા લોકે દારૂના ઘેનમાં પડેલા છે, તે બાપડા -
લતા નથી, ચેષ્ટા કરતા નથી કે કાંઈ વિચાર પણ કરતા નથી. વળી તે કોઈ પણ પ્રકારનો લૌકિક વ્યવહાર પણ કરતા નથી અને માત્ર મરી ગયેલા હોય અથવા વધારે
સ્પષ્ટ રીતે કહીએ તે જાણે તદ્દન મૂછ પામી ગયેલા હોય
તેવા રૂપમાં હમેશા રહે છે. (૨) વળી ત્યાં (એ મદિરાશાળામાં) બીજા અનંતા લેકે છે
તેઓ ઉપર જણાવેલા લેક જેવો જ આકાર ધારણ કરનારા હોય છે, પરંતુ એ લોકો વચ્ચે વચ્ચે લોકના
કાય અને વ્યવહાર કાંઈ કાંઇ કર્યા કરતાં હોય છે.' “(૩) વળી ત્યાં તેવા જ આકારના અને દારૂના મદમાં મસ્ત થઈ
ને રહેનારા પૃથ્વી પાણી વિગેરે રૂપવાળા અસંખ્ય લેકે
આવી રહેલા છે.' “ (૪) વળી અસંખ્ય લોકો એવા છે કે જેઓ ઢીચીઢીચીને આખે
વખત દારૂને સ્વાદ લીધા કરે છે, દારૂ પીધા કરે છે, પણ નથી કાંઈ સુંઘતા, નથી આડું અવળું જોતા અને નથી કાંઈ સાંભળતા. માત્ર તેઓ જમીનપર આળોટ્યા કરે છે, વચ્ચે વચ્ચે વારંવાર બૂમ પાડ્યા કરે છે અને દારૂના
ઘેનમાં જીભ વડે કાંઈ સ્વાદ લીધા કરે છે. “(૫) વળી ત્યાં બીજા કેટલાક એવા પણ લેકે છે કે જેઓ
કાંઈ કાંઈ ચીજોની ગંધ લીધા કરે છે, પણ આડું અવળું જોઈ શકતા નથી, કેઈનું સાંભળી શકતા નથી અને આવા
લેકે પણ થોડા ઘણું નહિ પણ અસંખ્ય છે. ૧ આ એક વિગેરે સંજ્ઞાને ભાવ નીચે પૃ. ૧૬૭૫-૭૬ માં સ્પષ્ટ કર્યો છે, ત્યાં તે સંખ્યા મૂકી તેની સાથે તે પ્રત્યેકને ખુલાસો કર્યો છે.
૨ લૌકિક વ્યવહાર લોક સંબંધી વ્યવહાર જવું, આવવું, હરવું, કરવું. બેસવું, ઉઠવું વિગેરે. આ દરેક વર્ગ દે જુઠ્ઠા છે તે આગળ આજ પ્રકરણમાં સ્પષ્ટ થશે. (દરેક પેરા દે વર્ગ બતાવે છે.)
૩ આ અવ્યવહાર રાશિના જીવ છે.
૪ અહીં અનંત અસંખ્ય અને સંખ્યાતા શબ્દ વાપર્યા છે તે જૈનના પારિભાષિક શબ્દ છે, તેના સ્વરૂપમાટે જુઓ કર્મગ્રંથ છે.
૫ આ વ્યવહાર રાશિના વનસ્પતિકાય સમજવા. ૬ આ સૂમ બાદર પૃથ્વી અપૂ તેજ વાયુનું વર્ણન છે. ૭ આ વર્ણન બેઇદ્રિયનું છે. ૮ આ ઇદ્રિયનું વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org