________________
પ્રકરણ ૩] દારૂનું પીઠું (મદિરાશાળા).
नर्तनगानविलासनपानैः, खादनदानविभूषणमानैः । संततभाररसैः समुपेतं, लोकचमत्कृतिकारणमेतत् ॥ એ મદિરાશાળા અનેક પ્રકારના સુંદર દારૂઓ (આસવ)થી
લેકેને તુષ્ટમાન કરે છે, એમાં સુંદર વાસણમાં ચિત્ર પીઠું. વિચિત્ર પ્રકારના દારૂઓ (સુરાઓ) શોભી રહ્યા છે,
એનાં મદ્યપાત્રો કાળાં કમળની શોભા ધારણ કરી રહ્યાં છે, એમાં શેરડીના રસનો દારૂ અથવા તે પીવાનાં પાત્રો તેના રસીઓ લેકેને આનંદ કરાવી રહ્યાં છે; એમાં આવી રહેલા સર્વ લેકે દારૂના ઘેનમાં લચપચ થઈ રહ્યા છે, તેઓ નાચવા કૂદવાની તેમજ બીજી અનેક પ્રકારની ગમતો કરી વિકસ્વર થતા દેખાય છે, તેમાં બહારથી દીપતા તેફાની લેકે મેઢેથી હાકેદા કરે છે અને ગાયનો ગાય છે, વળી તેઓ સામસામા તાલ દે છે મેટા અવાજ કરે છે અને સેંકડો રાસો એક સાથે ચાલ્યા કરે છે.
છે વળી એ મદિરાશાળા પુખ્ત વયના અને સુંદર આકૃતિવાળા અનેક પ્રાણીઓથી ભરેલી છે, તેમાં અત્યંત ગાઢ મદથી ઉદ્ધત થઈ ગયેલી અનેક સ્ત્રીઓ પણ આવી રહેલી છે, તે શાળા એટલી લાંબી છે કે એની શરૂઆત ક્યાં છે એમાં પ્રવેશ ક્યાં થાય છે અને એને છે ક્યાં આવે છે તે જાણી શકાતું નથી, એ લેકનસ્ (કાકાશ) નામની ભૂમિમાં આવી રહેલ છે; એમાં કરડે મૃદંગ કાસીઓ વાગ્યાં કરે છે, એમાં વિષ્ણુના નાદથી આનંદમાં વધારે થયા જ કરે છે, વાંસડાઓના અવાજથી બળદ અથવા લઈ જનારાઓ વધારે ઉદ્ધત બને છે અને જાનૈયાઓ સંકડે અવાજો કરી રહ્યા છે.–આવી રીતે મદિરાશાળામાં નાચ ચાલે છે, ગાયને ચાલે છે, વિલાસ ચાલે છે, દારૂનું પાન ચાલે છે, ખાવાનું કામ ચાલે છે, દાન દેવા લેવાનું ચાલે છે, આ ભૂષણે ધારણ કરવાનું કામ ચાલે છે, માન અપમાનની ધમાલ ચાલે છે અને એવા વિચિત્ર ભાવ ઉલટા સુલટા ચાલ્યા કરે છે તેથી એ પીઠું લેકેને ચમત્કારનું કારણ હોય એમ દેખાઈ આવે છે. આવી રીતે અનેક ચેષ્ટાઓને બતાવનાર, સર્વદા સેવાયેલ અને સર્વ સામગ્રીથી ભરેલા દારૂના પીઠાને મેં જોયું. લેકમાં એવું કઈ પણ આશ્ચર્ય નથી અથવા એવું કેઈ નાટક નથી કે જે મેં આ દારૂના પીઠામાં ન જોયું હોય.
૧ અહીં મૂળમાં “વિભ્રમ” શબ્દ છે. કારણ વગર ક્રોધ થાય, હાસ્ય થાય, પુષ્પ વિગેરે આભારની લાગણી થાય, પહેરેલાં હોય તેને કાઢી નખાય, ગમે તેવું બોલવું થાય એ સર્વને વિશ્વમ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org