________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ છે તે બહાર નીકળી જાય છે. વળી મને એમ પણ લાગે છે કે “ આપણને બન્નેને પ્રતિબોધ આપવાના મહાન હેતુથી જ એ મુનિ
મહારાજે લોકદરમાં આગની વાત કરી છે અને તે પોતાના વૈરા“ગ્યના કારણુ તરીકે જર્ણવી છે. તેઓ જાણે એમ કહેતા હોય એમ મને લાગે છે કે-“અરે
“ભાઈઓ! આ આગથી બળી રહેલા સંસારમાં તમે રહસ્યા. બન્ને પણ બળી રહ્યા છો અને તમારા જેવા સમ
“ જુઓએ તે તીર્થમંડળમાં પ્રવેશ કરે એગ્ય છે, “તમારે પણ આ તીર્થમંડળમાં આવી જવું જોઈએ. જેઓ ભાવપૂર્વક
આ અમારા તીર્થમંડળમાં પ્રવેશ કરે છે તે ભાગ્યવાનું પ્રાણી“ઓને રાગદ્વેષની અગ્નિનો દાહ કદિ પણ થતો નથી. આ
પ્રમાણે આ મહાત્મા મુનિ આપણને પણ જણાવી રહ્યા હોય એમ “મને લાગે છે. ભાઈ ઘનવાહન! મુનિ મહારાજનો આ ઉત્તમ વિચાર “મને તે બહુ ગમે છે! પણ ભાઈએ વાત તને ગમે છે કે નહિ. તે હું જાણતો નથી.”
અકલંકની આવી વાત અને આવો પ્રશ્ન સાંભળી હું તે મૌન જ રહ્યો, મેં કાંઈ જવાબ આપે નહિ; કારણ કે મારું મન હજુ સુધી પાપથી ભરેલું હતું, પાપમય હતું, સંસારને સરાણે ચઢેલું હતું.
ત્યાંથી અમે મંદિર બહાર જ્ઞાન ધ્યાન કરતા બીજા મુનિ પાસે આવી પહોંચ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org