SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૭] તૃતીય વિભાગ-કથાસાર. ૨૩ જવાની ઈચ્છા થતાં ગુરૂએ દીક્ષા આપી અને પછી સદર મઠ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો. મુનિએ જાણ્યું કે એને રહેવાને કાયા નામને ઓરડો હતો. એમાં પંચાક્ષ નામના પાંચ ગોખ હતા અને ક્ષયપશમ નામની બારી હતી અને સામે કામણ શરીર નામને ચંબર હતો. એમાં એક ચિત્ત નામનું ચપળ વાનરબર્સ હતું. દીક્ષા લેતી વખતે એ સાથે રહ્યું પણ એને બહુ સંભાળવાનું ગુરૂમહારાજે કહ્યું. એનું ખાસ કારણ પૂછતાં ગુરૂએ કહ્યું કે એ વાનરબચડ્યું ઘરના મધ્યભાગમાં રહે છે ત્યાં એને ઉપદ્રવ કરનારા ઘણું છે: એને કષાય ઉંદરો, કષાય વીંછીએ, સંજ્ઞા બિલાડીઓ, રાગદ્વેષ ઊંદરો, મહામહ બિલાડ, પરીષહ ઉપસર્ગ ડાંસ મચ્છરો, દુષ્ટાભિસન્જિવિત કે માંકડે, ચિંતા ગરોળી, પ્રમાદ કાફિડા, અવિરતિ કચરો, મિથ્યાદર્શન અંધકાર ભારે ઉપદ્રવ કરે છે અને તેથી કોઇવાર તે શૈદ્રધ્યાન નામના અંગારાથી ભરપૂર ખાડામાં પડે છે અને આર્તધ્યાન ગુફામાં કોઈવાર પેસી હેરાન થાય છે. એ ખાડા કે ગુફામાંથી એને બચાવવાનો ઉપાય એ છે કે એ વાનરબચાને પેલાં પાંચ ગોખની પાસે વિષય નામના પાંચ ઝેરી ઝાડ જેનાં ફળ દેખાવમાં સારાં છે પણ પરિણામે બહુ ખરાબ છે તેની પાસે એને જવા ન દેવું. કારણ કે ત્યાં ફરતાં એને કમપરમાણુનિચય નામની પરાગ શરીરે વળગે છે અને ભોગસેહ વરસાદથી એને શરદી ચઢે છે. એ ઝેરી રજથી વાનરનું શરીર ધૂડમય થઈ જાય છે, બળીને કાળું થઈ જાય છે અને વળી તેની ઉપર હુમલાઓ-ઉપદ્ર થયા કરે છે. સ્વવીર્ય નામના હાથમાં અપ્રમાદ નામનો દંડ લઇને પેલા ગોખ પાસે જતાં વાંદરાને બહાર આવતાં અટકાવવું, ન માને તો ધમકાવવું એ રીતે એ બહાર નીકળતું અટકશે એટલે એના સર્વ ઉપદ્રવ ઓછા થઇ મટી જશે. એ વાનર બચ્ચાના રક્ષણથી શિવાલય મઠમાં પેસી શકાશે. અત્યારે એ વાનરખર્ચે ચક્રમાં પડી ગયું છે અને તેથી એને ઘણા ઉપદ્રવ થાય છે એ વાત ગુરૂએ કહી તેના ૫ર મેં વિચાર કર્યો. આવી રીતે એને પ્રથમ ચક્રમાંથી બચાવવાને પોતે નિશ્ચય કર્યો. અને ચિત્તને સમજાવ્યું કે પોતાને તાબે હોય એટલું જ સુખ છે અને પારકાના આધાર પર રહેવું તે દુઃખ છે. ચિત્તને સમજાવવાને મહા પ્રયોગ અત્ર બતાવ્યો. પૃષ્ઠ. ૧૭૩૪-૧૭૪૭. પ્રકરણ ૯ મું. સંસારબજાર (ચાલુ)-છઠ્ઠ મુનિની ઉપરની વાત સાંભળીને પ્રશ્ન રૂપે અકલંકે બીજા ચક્રની વાત પર જિજ્ઞાસા પ્રશ્ન કર્યો. મન પર્યાપ્ત દ્રયમન અને તે આત્મા સાથે જોડાય તે ભાવમન. ભાવમન કામણ શરીરમાં રહે છે અને પોતે જ જવ છે. રાગદ્વેષથી એને વિપર્યાસ થાય છે, તેથી મિથ્યાજ્ઞાન થાય છે, એથી ખેાટી પ્રવૃત્તિ થાય છે, એથી ખાટાં કર્મ બંધાય છે અને એથી રખડપાટે થાય છે. આ બીજું ચક્ર થયું. ગુરૂએ જવાબ આપતાં કહ્યું કે એ સાચી વાત છે. વિપર્યાસ છોડી દેવા એ ખરો વિવેક છે અને એથી છેવટે ચકભ્રમણ બંધ થાય છે. જ્ઞાનક્રિયાના સહકારથી સંસાર ઘટે છે માટે સમજીને સમ્યમ્ પ્રવૃત્તિ કરવી એથી છેવટે સાધ્ય પ્રાપ્ત થાય છે. એ વાનરને શિવાલય મઠમાં કેમ લઇ જવાય તે અકલંકે પ્રશ્ન કર્યો તેના જવાબમાં મુનિએ કહ્યું કે ગર્ભગૃહ (ક્ષપશમ)માં છે સ્ત્રીઓ રહે છે. તેમનાં નામો કૃષ્ણ, નીલ, કપોત, તૈજસી, ૫ અને શુકલ છે, અનુક્રમે ઓછી ઓછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy