________________
૧૬૫૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭
ભયંકર આગ. મંત્રવાદી. ઓલવવાના ઉલટા ઉપાયે,
સાચા ઉપાયો નિરાદર, મુનિએ અકલંકના સવાલનો જવાબ આપતાં નીચે પ્રમાણે વાત
કરી. “ભાઈ ! સાંભળ. લોકદર' નામના ગામમાં આગનું વર્ણન. રહેનારે હું એક ગૃહસ્થ હતો. એક રાત્રે એ નગ
રમાં ચારે તરફથી મોટી આગ લાગી. તરફ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા અને આગના ભડકા વધારે વધારે નીકળવા લાગ્યા; વાંસને ફૂટવાના અવાજે કડાકા અને ધડાકા ચોતરફ સંભળાવા લાગ્યા. આવા મોટા અવાજે સાંભળીને લેકે જાગી ઉઠ્યા, ચારે તરફ કેળાહળ થઈ ગયે, ધમાધમ થઈ રહી, છોકરાઓ આકન્દ કરવા લાગ્યા, સ્ત્રીઓ હાંફળી ફાંફળી અહીં તહીં દોડવા લાગી, આંધળા માણસો બુમરાણ કરવા લાગ્યા, પાંગળા લેકે ઉચેથી રડવા લાગ્યા, કુતુહળી મકરાઓ કિલકિલાટ કરવા લાગ્યા, ચેર લેકે ચોરી કરવા લાગ્યા, બધી વસ્તુઓ બળવા લાગી, કૃપણ લેકે વિલાપ કરવા લાગ્યા અને માતા વિનાના પુત્રની માફક આખું ગામ શરણુરહિત નિરાધાર જેવું થઈ રહ્યું. આખા ગામના લેકેને બાળીને ભસ્મ કરી નાખે એવી એ
ભયંકર આગ થતાં એક સમજુ મંત્રવાદી બહાર મંત્રવાદી. આવ્યું. તે ઉઠીને ગામની વચ્ચે એક મોટો ચોતરે
હતો ત્યાં ઊભો રહ્યો. તેણે એક બખ્તર ધારણ કર્યું અને રેખા પાડીને એક મેટું વિશાળ મંડળ ારાની વચ્ચે આળેખ્યું. પછી મોટા શબ્દવડે ગામના લેકેને ત્યાં બોલાવ્યા: “અરે લેકે ! તમે આ મંડળમાં આવો, અહીં દાખલ થાઓ, જેથી તમારી સર્વ વસ્તુઓ અને તમારા શરીરે બળશે નહીં.” તેનાં આવાં વચન સાંભળીને કેટલાક લેકે તેના મંડળમાં દાખલ થયાં. બાકીના લેકે તે જાણે ગાંડા થઈ ગયા હોય, પીધેલા હેય,
હૃદયશૂન્ય હાય, આત્મ(પોતાના) વૈરી હોય, 2સામાન્ય લોકે. હોથી ઘેરાઈ ગયેલા હોય, એમ પોતાના શરીર અને
પિતાનું સર્વસ્વ એ આગમાં બળતું જેવા છતાં અને | લોકદર લોકનો અંદરનો ભાગ. લેક એટલે ચૌદ રાજલોક. લોકમાં સર્વ જીવ અને અજીવ પદાર્થો રહે છે. અલાકમાં માત્ર આકાશ છે. આખી વાર્તા રૂપક (allegorical) છે તે આગળ સ્પષ્ટ થઈ જશે. આ વાર્તાના દરેક શબ્દને ઉપનય આગળ આ જ પ્રકરણમાં ઉતાર્યો છે. આગળ વાંચો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org