________________
૧૬૫૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૭ બળવાન થાય છે, જડ નજરવાળે થાય છે, એના હાથ ચળ હોય છે, એ માન મેળવવા માટે અને વિદ્યા પ્રાપ્ત કરવા માટે નિરંતર ઉદ્યમ કરનારે થાય છે, એ પુણ્યશાળી થાય છે, સ્નેહ વગરનો થાય છે. અઢારમે વર્ષે એને વાઘથી ઘાત હોય છે તેમાંથી તે બચી જાય તે તે ૮૪ (ચેરાશી)
વર્ષ સુધી જીવે છે. મીન_મીન રાશિમાં જન્મેલ માણસની સર્વ ચેષ્ટાઓ ઘણી
ગંભીર હોય છે, તે જાતે શૂરવીર હોય છે, બોલવામાં ડહાપણ વાળો હોય છે, મનુષ્યમાં એ ઉત્તમ પદવી ભોગવનાર થાય છે, એ પોતાની જાતની મહત્તા કેપ કરવામાં, બુદ્ધિને વિસ્તાર બતાવવામાં અને લડાઈના મેદાનમાં બતાવી શકે છે, એ કઈ વસ્તુના ત્યાગ કે દાન કરી શકતો નથી, એ કૃપણ હોય છે, એ ભાઈભાંડુપર વાત્સલ્ય રાખનાર થાય છે, એ ગાંધર્વવિદ્યા(ગાયનકળા)ને જાણનારે થાય છે, એ બીજા માણસની સેવા કરનારે થાય છે અને એ રસ્તે
ચાલે ત્યારે ઉતાવળે પગલે ચાલનારે થાય છે.
મેષ વિગેરે રાશિઓના ઉપર મેં જે ગુણે વર્ણવ્યા તે રાજન! સર્વોએ પિતાના શિષ્યોને અગાઉ જણાવ્યા હતા તે પ્રમાણે છે, કારણ કે તિષશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર વિગેરે જે બાહ્ય ઇંદ્રિયોથી ન સમજી શકાય તેવા શાસ્ત્રો અતિન્દ્રિય વિષયોથી ભરેલા છે તે સર્વ અગાઉ સર્વોએ બતાવેલાં છે. હવે એમાં કઈ જગ્યાએ વાત ન મળે અને અપવાદ જણાય તો તેમાં જાણનારની બુદ્ધિને દેષ સમજ, કારણ કે અલ્પજ્ઞાનવાળા માણસે શાસ્ત્રોના ઝીણા ઝીણા વિભાગે જાણું શકતા
નથી.
આ પ્રમાણે હોવાથી ક્રૂર ગ્રહની નજર પડી ન હોય અને રાશિઓ બળવાન હોય તે ઉપર જે ગુણે બતાવ્યા છે તે બરાબર સાચા પડે છે અને એમાં જરા પણ અન્યથા થતું નથી એમ તમે સમજજે.”
આ સર્વ હકીકત સાંભળી જીમૂતરાજ બોલ્યા “આપે જે કહ્યું તે તદન બરાબર છે. તમે કહ્યું તે વાતમાં જરા પણ શંકા જેવું નથી.”
ત્યાર પછી તે જોતિષીને સારી રીતે માન સન્માન આપવામાં આવ્યું, તેને દાનમાં સારી રકમ આપવામાં આવી અને તેની પૂજા
૧ મીન રાશિના અક્ષરે ૬, , ૪, ૫, ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org