________________
૧૬૪૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ એ સાહાદ નગરને જીમૂત નામનો રાજા હતો. તેણે પિતાના આખા શત્રુસમૂહને મૂળમાંથી ઉચછેદી નાખ્યો હતે, પોતે જાતે લડવામાં મહારથી વીર હતો અને એના તેજપ્રતાપથી એનો આખે સામંતવર્ગ અત્યંત માનપૂર્વક તેને નમી રહ્યો હતો. તે રાજાની લીલાદેવી નામની મહારાણી હતીઃ એ કામકુશળતામાં કામદેવની સ્ત્રી રતિ જેવી હતી, રતિની જેવા સર્વ આનંદસમૂહને આપનારી હતી અને રાજાએ તેને પિતાના આખા અંતઃપુરની નાયિકા-પટરાણી બનાવી હતી.
(સંસારી જીવ પિતાનું ચરિત્ર આગળ ચલાવતાં અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને પ્રજ્ઞાવિશાળ અને ભવ્યપુરૂષનાં સાંભળતાં મહાત્મા સદાગમ સમક્ષ કહે છે:-).
બહેન અગૃહીતસંકેતા! મને ભવિતવ્યતાએ એક નવી ગોળી આપીને આદેશ કર્યો તે અનુસાર તે ગોળી મારી પાસે રાખી એ મહારાણી લીલાદેવીની કુક્ષીમાં હું દાખલ થયે. ત્યાં નારકીના જીવને જેવી રીતે પીડા થાય છે તેવી રીતે મેં અનેક પ્રકારની પીડા સહન કરી, ચારે તરફથી દબાઈ ચંપાઈને હું અંદર રહ્યો અને એવી રીતે એ મહારાણીની કુક્ષીમાં નવ મહિનાથી સહજ વધારે વખત રહીને આખરે હું બહાર આવ્યું.
મને બહાર આવેલ જોઈને મારી મા લીલાદેવી બહુ રાજી થયા, તેની આંખોમાં પ્રેમ આવ્યું, આખો આનંદથી ચપળ થઈ અને પિતે પુત્રની માતા થયા એ ખ્યાલથી તેમના મનને અત્યંત હર્ષ થયો. મારી સાથે તે જ વખતે પદયને પણ જન્મ થયો પણ તે અંતરંગ (ગુપ્ત) રહેતા હોવાથી મારી માતા વિગેરે કેાઈના જોવામાં આવ્યું નહિ. | મારી માતાને એક પ્રિયંકરી નામની દાસી હતી તેણે મારા જન્મની વધામણી જીમતરાજાને આપી. રાજાએ જ્યારે એ સમાચાર સાંભળ્યા ત્યારે તેને ઘણે આનંદ થયે અને વધામણું આપનાર દાસીપર સંતુષ્ટ થઈ ઘણું સારું દાન આપી તેનું દાસીપણું દૂર કર્યું. મારા જન્મના હર્ષમાં આખા નગરમાં મોટે ઓચ્છવ થ, કેદખાનામાંથી કેદીઓને છોડી દેવામાં આવ્યા, ઠેકાણે ઠેકાણે નોબત અને ડંકાના અને વાજ થઈ રહ્યા, આખા રાજ્યમાં ઘરે ઘરે આનંદ વર્તાશે, જ્યાં ત્યાં લેકે ગાયન કરવા મંડી ગયા, કેઈ લેકે મદ્યાદિનું પાન કરવા લાગી ગયા, કેઈ લેકે અન્યને દાન આપવા લાગી ગયા અને કેઈ ઉજાણીએ નીકળી પડી ખાવા પીવામાં લીન થઈ ગયા. એવી રીતે ચારે તરફ મારા જન્મ મહોત્સવ થઈ રહ્યો અને સર્વને આનંદ આનંદ થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org