________________
૧૬૩૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ રૃ
જે જે દેહધારી છે, ટૂંકામાં જે સર્વ જીવા સંસારમાં છે તે સર્વે પરમાર્થ નજરે સત્ય વસ્તુસ્વરૂપે કર્મપરિણામરાનના પુત્રો છે અને તે સર્વના જૂદા જૂદા આકારોના સમાવેશ ઉપર જે છ પ્રકારના પુત્રો જણાવ્યા તેમાં થાય છે, એમાં જરા પણ સંશય રહે તેવું નથી. તેઓ જાય છે ત્યારે તે જ રાજ્ય તેમના જેવા જ બીજા ોકરાઓને કર્મપરિણામ આપે છે અને તે નવા આવનારા છેાકરાએ વળી તે રાજ્ય ભાગવે છે, એ નવા આવનારા છોકરાઓનાં નામે પણ નિકૃષ્ટ અધમ વિગેરે થાય છે અને નામપ્રમાણે તેને સુખદુ:ખનાં સર્વ કારણેા અનુક્રમે આવી મળે છે અને એ નામેાનાં ગુણ પ્રમાણે તે આગળ વધે છે અને તેના વિકાસ કે સંકોચ એવા જ પ્રકારના થાય છે. રાજન! એ કર્મપરિણામરાજાના બીજા છોકરાએ દૂર રહેા, એમની વાત હાલ બાજુ ઉપર રાખા, હું પોતે જ કર્મપરિણામરાજાના એક પુત્ર છું એમ તું જાણુ. ઉપર કથાનક પ્રસંગમાં ઉત્તમ નામના પાંચમા પુત્ર આન્યા હતો તે તારા લક્ષ્યમાં હશે, એને કર્મપરિણામરાજાએ એક વર્ષે માટે રાજ્ય આપ્યું હતું તે પણ યાદ હશે, ત્યાર પછી સિદ્ધાન્તે ખતાવેલા માર્ગે એ પાંચમા પુત્ર ચાલ્યા હતા, તેની સાથે અભ્યાસ અને વૈરાગ્ય નામના અનુચરા થયા હતા, અને જે રાજ્ય કરવાની પૂર્વ ક્રિયા સિદ્ધાન્ત બતાવી હતી તે સર્વ તેણે કરી હતી અને ત્યાર પછી તે અતિ સુંદર અંતરંગ રાજ્યમાં દાખલ થયા હતા, તેણે રાજ્યમાં દાખલ થઇને પેાતાના આખા શત્રુવર્ગને મારી નાખ્યા હતા અને ચારિત્રરાજ અને તેના આખા લશ્કરની ખરાબર પાષણા કરી હતી તે સર્વ તને યાદ હશે, તે પાંચમા ઉત્તમરાજ નામના પુત્ર હતા તે હું જ છું એમ સમજ અને એ રાજ્ય ભાગવતા આ સહાય કરનારા સાધુએ સાથે અહીં આવી પહોંચ્યો છું એમ તું જાણુ. મેં અગાઉ એ પાંચમા ઉત્તમ રાજ્યના જે ગુણા (૧) તારી પાસે વિસ્તારથી વર્ણવ્યા હતા, તેને જે જે પ્રકારનું સુખ (ર) હતું અને થવાનું હતું એમ જણાવ્યું હતું, તેની જે જે મહાન વિભૂતિઓ (૩) તને ગણાવી હતી, એની જૂદા જૂદા પ્રકારની ચેષ્ટા (૪) તને સંભળાવી હતી તે સર્વ ગુણા, સર્વ સુખા, તે સર્વ વિભૂતિઓ અને તે સર્વ ચેષ્ટાએ મારા સંબંધમાં અત્યારે જ વર્તે છે, અને રાજન્! એ સંબંધમાં જરા પણ શંકા નથી. અત્યારે હું અંતરંગ રાજ્ય કરૂં છું અને ભક્તિભાવમાં નમ્ર થયેલા દેવતાએ વારંવાર હું ‘ગુણગણાથી ભરેલા છું’ એવી રીતે ધન્યતાપૂર્વક
Jain Education International
૧ જુએ પ્રકરણ ૧૪ મું. ચાલુ પ્રસ્તાવ.
૨ જુએ પૃ. ૧૫૯૮ થી આગળ.
For Private & Personal Use Only
www.jainelibrary.org