________________
પ્રકરણ ૧૬]
હરિ અને ધનશેખર.
૧૬૩૧
કથાનક રહૃસ્ય. સૂરિનું વિવેચન,
હરિરાજની શંકા ઉત્તમસૂરિ હરિરાજા પ્રત્યે ઉપદેશ આગળ ચલાવતાં કહે છે કે –
“હરિરાજ ! પ્રસંગનુસાર તને ઉપર પ્રમાણે મેં વાત કહી; હવે એના ઉપરથી તારે તો સાર કાઢવાનો છે, આખી વાર્તાનું રહસ્ય શું છે; તે પણ તને કહી સંભળાવું તે તું બરાબર લક્ષ્યમાં રાખજે. - પિલા મહામોહ વિગેરે શત્રુઓ અને પેલી દૃષ્ટિગિની જેવી રીતે નિકૃષ્ટ અને અધમને મહાદેષ કરનાર થઈ પડ્યા, તેમને ભયંકર ત્રાસ આપનાર અને મહા અધમ ગતિએ લઈ જનાર થઇ પડ્યા, તેવી જ રીત બીજા પણ અંતરંગ લેકે સાચી સમજણ વગરના પ્રાણીઓને હેરાન કરનારા થાય છે, તેમને અનેક પ્રકારના ત્રાસ આપે છે અને તે સમજી પણ ન શકે તેવી સ્થિતિમાં તેમને મૂકી દે છે. વળી રખડતા ધનશેખરને તેના પાપી મિત્રોને લીધે પીડ પામતો સાંભળીને તે સવાલ કર્યો હતો કે શું પ્રાણીઓ બીજાના દોષોથી દષિત થાય છે, પીડા ખમે છે કે જે નિયમને અનુસારે અત્યારે ધનશેખર મિત્રોના દોષથી હેરાન થાય છે, પીડાય છે? તે તેના જવાબમાં હવે તારા જેવામાં આવ્યું હશે કે એવા અતરંગ મિત્રોના દેષથી જ ધનશેખર આવા પ્રકારની ચેષ્ટા કરે છે.
ઉપર પ્રમાણે જવાબ સાંભળીને વળી હરિરાજાએ પૂછયું “સાહેબ! એ બાબતમાં મારા મનમાં સંશય હતા તે તે બરાબર નીકળી
, પણ મારા મનમાં વળી એક વધારે સંદેહ છે તે પણ આપ દૂર કરે. આપે કર્મપરિણામ મહારાજાના છ પુત્રો બતાવ્યા તે પુત્રો
જ્યારે અહીંથી વિદાય થઈ જાય ત્યારે પછી શું થાય છે? શું એ છે રાજ્ય જ થયાં અને બીજાં નહીં થાય? અથવા વારંવાર એવાં રાજ્ય થયાં જાય છે? આ બાબત આપ મને વિસ્તારથી સમજાવો.”
કર્મપરિણામને પરિવાર, ઉત્તમ સૂરિ–પાંચમા પુત્ર
સ્વસંવેદનનું નિવેદન, ઉત્તમસૂરિએ હરિરાજને જવાબ આપતાં કહ્યું “આ સંસારમાં નાના પ્રકારના આકાર ધારણ કરનાર ચર અને સ્થિર જે કઈ પ્રાણીઓ છે,
૧ જુઓ પૃ. ૧૫૫૬.
૨ ચર અને સ્થિર માટે જૈન પરિભાષામાં “વસ” અને “સ્થાવર’ શબ્દો વ૫રાય છે. એકાંદ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિય સુધીના સર્વ છો અનેક આકારો લે છે, દેહ ધારણ કરે છે તે સર્વનો આ ચર અને સ્થિર’ શબ્દોમાં સમાવેશ થઇ જાય છે. માત્ર કર્મમુક્ત સિદ્ધ દશામાં રહેલા છ જ બાકી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org