SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ મું. હરિ અને ધનશેખર. શિey ઉપર પ્રમાણે વિતર્ક છે પુરૂષોની વાર્તા કરી તે સાંભ = ળીને અપ્રબુદ્ધ શિષ્ય પિતાના મનમાં વિચાર કરવા લાગે. AAAC અપ્રબુદ્ધની પર્યાલોચના. સિદ્ધાન્ત પ્રસાદથી સુખદુ:ખ જ્ઞાન, સર્વ સંશનો સંપૂર્ણ નાશ, અહો ! મહાત્મા સિદ્ધાતે અગાઉ મને જે વાત કરી હતી તે સર્વ આ તે બરાબર સાબીત થઈ. આટલા ઉપરથી જણાય છે કે સિદ્ધાન્ત મહાશયના કહેવામાં જરા પણ ફેરફાર કે વિરોધ નહોતો. સિદ્ધાન્તમહાત્માએ મને વાતચીત દરમ્યાન કહ્યું હતું કે એ અંતરંગ રાજ્ય સુખ અને દુઃખ બન્નેનું કારણ થાય છે, પાત્રવિશેષે જે પ્રાણી એ રાજ્ય સારી રીતે પાળે તેને તે રાજ્ય સુખનું કારણ થાય છે અને જે તેને ખરાબ રીતે પાળે તેને તે જ રાજ્ય દુઃખનું કારણ થાય છે. રાજ્ય તો એક જ છે પણ દરેક વ્યક્તિ તેને કેવી રીતે પાળે છે તેનાઉપર તેનાં સુખદુઃખનો આધાર રહે છે. વિતર્કે મને અત્યારે જે વાર્તા કહી સંભળાવી, પોતે નજરે છ વર્ષ સુધી જે હકીકત જોઈ તેનું જે વર્ણન કર્યું, તે એ જ હકીકત બતાવે છે. સિદ્ધાન્ત જે વાત બતાવે તેથી ઉલટી હકીકત કે તેમાં ફેરફાર હોવાનો સંભવ જ કેમ હોઈ શકે? કારણ કે ૧ અહીં છે. ર. એ. સોસાયટિવાળા મૂળ પુસ્તકનું પૃ. ૯૫૧ શરૂ થાય છે. ૨ અહીં પૂ.૧૫૫૮-૫૯ માં અપ્રબુદ્ધ અને સિદ્ધાન્ત વચ્ચે જે વાતચીત થઈ છે તે જરા વાંચી જવી એટલે આ પર્યાલોચનાને સાર બરાબર સમજાઈ જશે. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy