SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૬ વિતર્ક અપ્રબુદ્ધ શિષ્યને કહે છે કે તમે છ રાજ્યનું અવલોકન કરી તેની વિગતવાર હકીકત આપને જણાવવા મને હુકમ આપ્યો હતિ તે પ્રમાણે જઈને મેં જે જોયું અને સાંભળ્યું તે મેં આપને આ પ્રમાણે વિગતવાર જણાવ્યું છે. નવામાં આવતું નથી. વિહાર કરતાં અને તપ કરતા આખરે પ્રમુને કેવયજ્ઞાન ( સપનું જ્ઞાન ) થાય છે તે વખતે તીર્થંકર નામકર્મની પ્રકૃતિનો બરાબર મહિમા પ્રત્યક્ષ થાય છે. તે મહિમાનું અત્ર કાંઈક દિગદરન કરીએ, તીર્થંકરો જે સ્થળે બીરાજવાના હોય છે તે સ્થળે વાયુમારના દેવ એક જનપ્રમાણ પૃથ્વી સાફ કરે , મેધકુમાર દેવ સુગંધી જળ છાંટે છે, તુકુમાર દે પાચ વણનાં ફલની વૃષ્ટિ કરે છે, વ્યતર દેવે એક પેજનમાં મણિ રત્ર સુવર્ણમય પીડ બાંધે છે, વેમાનિક દેવે મણિના કાંગરાથી વિરાજિત તથા પતાકા તોરણ ધન પૂતળીઓથી મંદિરના પ્રથમ રવનો ગઢ કરે છે. એ પ્રથમ ગઢની ફરતે રવમય કાંગરાથી શોભતો ચાર દરવાજાવાળે મધ્ય ગઢ તિથ દેવો કરે છે. એ બીન ગઢની ફરતે સેનાના કાંગરાથી વિભૂષિત ચાર દરવાજનયુક્ત ત્રિી રૂપાન ગઢ ભુવનપતિના દેવ કરે છે. એવી જ રીતે અશોક વૃક્ષ, રવમય પીઠ, દેવદ, આસન વિગેરે બીન દે તીયકર નામકર્મના પ્રભાવથી કરે છે. તીર્થંકર ચાલે છે ત્યારે નવ કમળની યોજના દેવા કરે છે જેના ઉપર પગ મૂકી પ્રભુ ચાલે છે. સમવસરણમાં દાખલ થતાં પ્રભુનું દન ચારે બાજુથી થવા માટે તેમના ત્રણ રૂપ દેવ બનાવે છે, પ્રભુ પૂર્વ સમુખ બેસે છે છતાં ચારે દ્વારથી આવનારને અંદર આવતાં જ પ્રભુનું દર્શન થાય છે. કરોડો દેવાથી પરવરેલા પ્રભુ બાર પ્રકારની સભા સમક્ષ દેશના આપે છે, કૃતકૃત્ય થયેલા પ્રભુ માક્ષમાર્ગનો પ્રકાર કરનારી દેશના આપીને પૃથ્વી પર વિહાર કરે છે તેમાં તેમને હેતુ પરોપકાર કરવાનો જ હોય છે. અતિશયથી વિરાજમાન, વાણીગુણયુક્ત, અઢાર દોષરહિત, અનંત શક્તિના ધણી, જગતના નાથ તીર્થંકર ખરેખર વ્યાન કરવા યોગ્ય હોય છે. તીર્થંકરો મિથ્યાત્વને નાશ કરે છે અને જેના શાસનને કે જગતમાં વગાડે છે, જાણવા યોગ્ય પદાર્થોને વિસ્તાર કરે છે અને સંસારમાં ભ્રમણ કરાવનારા કુબોધને ભેદે છે અને ભવ્ય પ્રાણીઓનાં મનમાં પ્રતિબોધ કરે છે. છેવટે બાકીના ચાર અધાતિ કર્મને ક્ષય કરી મા જય છે અને ત્યાં અનંત સુખનો અનુભવ કરે છે. સર્વ દેવમનુષ્યનાં ભૂતભવિષ્યનાં સુખોનો સરવાળો કરીએ તેથી અનંતગણું સુખ મેક્ષમાં છે. ઉત્તમત્તમ પુરૂષનું આવું લક્ષણ શાસ્ત્રકાર બતાવે છે. તીર્થકરો જૈન ધર્મમાં ખાસ મહત્વનો ભાગ ભજવતા હોવાથી તેમના સંબંધમાં વિસ્તારથી નોટ લખવામાં આવી છે. ૧ વાંચનારને યાદ હશે કે પ્રકરણ ૧૦ ની આખરે પૃ. ૧૫૬૬-૬૭ માં અપ્રબુદ્ધ શિ વિતર્ક નામના અનુચરને ષટ્રપુત્રનાં રાજ્યનું નિરીક્ષણ કરવા મોકલ્યો હતો તેણે પાછા આવી જે રિપોર્ટ કર્યો તેને સમાવેશ ૫. ૧૧ થી ૧૫ સુધીમાં કયાઁ. આ વાર્તા ઉત્તમસૂરિએ હરિકમાર પાસે કહેવા માંડી છે. ઉપદેશને અંગે આ અંતરંગ રાજ્યને પ્રપંચ બતાવવાનો પ્રસંગ હતો. ઉત્તમસૂરિ નવા પ્રકરણમાં તે જ વિષયને સ્પષ્ટ કરો, તે પહેલાં શરૂઆતમાં અપ્રબુદ્ધની વિચારણું ચાલશે. આ પ્રમાણે હકીકત લક્ષ્યમાં રાખવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy