SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫]. ૬. વરિષ્ટ રાજ્ય. ૧૬૨૭ મંત્રસિદ્ધિ-વિદ્યાસિદ્ધિ સુલભ થાય છે, લોકોના હૃદયમાં સદ્દબુદ્ધિ થાય છે, મન યાદ્ધિ થાય છે, મુખમાંથી અસત્ય વચન નીકળતાં નથી, પારકું દ્રવ્ય હરવાની મતિ થતી નથી, કશીળ માણસની સોબત થતી નથી, કષાય આછા અને ઓછા થઈ જાય છે અને પાપબુદ્ધિ અલ્પ થઈ જાય છે. તીર્થકરના જન્મસમયે સારાં કાર્ય કરવાં મન પ્રવર્તે છે, ઇચ્છિત કાર્યની સિદ્ધિ થાય છે, અન્યના ગુણ ગ્રહણ કરવા બુદ્ધિ થાય છે, સર્વ લોકો પોતાને ઘરે મહોત્સવ કરે છે, મંગળગીત ગાય છે અને ચારે તરફ વધામણી થાય છે. તીર્થંકરના જન્મસમયે સ્વર્ગવાસી પાતાળવાસી અને ભૂમિવાસી દે પ્રમુદિત થાય છે, શાશ્વત ચૈત્યમાં મહોત્સવ કરે છે, દેવસ્ત્રીઓ ધાત્રી (ધાવ) તરીકે કામ કરે છે, દેવીઓ નવા બાળકને અનુપમ નવીન આભરણોથી શોભાવે છે, નાના પ્રકારની ક્રીડા કરાવે છે, જમણે હાથના અંગુઠામાં અમૃતનો સંચાર કરે છે. તેઓ બાળક અવસ્થામાં ત્રણ જ્ઞાનયુક્ત હોય છે, અપરિમિત બળ અને પરાક્રમયુક્ત હોય છે, બીજાં બાળકો કરતાં ઘણું ઉત્તમ પ્રકતિયુક્ત હોય છે, ત્રણે લોકની રક્ષા કરવાને શક્તિમાન હોય છે, અભ્યાસ કર્યા વગર વિદ્વાન હોય છે, કળા શીખ્યા વગર સર્વ કળામાં કુશળ હોય છે, અલંકાર વગર પણ અતિ શેલતા હોય છે, ચપળતારહિત હોય છે, સ્વજન પરજનને ઉપતાપ નહિ કરનાર હોય છે અને લીલાવિલાસમાં ચંચળતા વગરના હોય છે તેમ જ સર્વ વસ્તુનું જ્ઞાન હોવાથી અલ્પ ઇચ્છાવાળા હોય છે. ૧ વ્યાધિરહિત તેમ જ એલરહિત દેહ, ૨ દેહમાં તથા મુખમાં સુગંધી, ૩ ગાયના દૂધની ધારા જેવા સફેદ લોહી અને માંસ અને ૪ ચર્મચક્ષુથી ન જોઈ શકાય તે આહાર નિહારને વ્યવહાર–આ ચારે અતિશયે પ્રભુને જન્મથી સિદ્ધ હોય છે. તીર્થકરના અંગેમાં અનુપમ શોભા હોય છે, તેમને બાંધો, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્વ, બળ, શ્વાસોશ્વાસ અનુપમ હોય છે. પાંચમાં બ્રહ્મકલ્પમાં રહેનારા લોકાંતિક દે આવી પ્રભુને કહે છે કે “ભગવાન ! હવે અવસર થયો છે, તીર્થ પ્રવર્તાવો.” એ વાકયથી નિદ્રામાંથી જાગેલ રાજાની પેઠે પ્રભુ તરત સાવધાન થાય છે અને તુરત જ સાંવત્સરિક દાન દેવાનો આરંભ કરે છે. જેને જે વસ્તુને ખપ હોય તે માગી લો એવી ઉદઘોષણા દેવો કરે છે અને છૂટે હાથે લેકોને સોનું, ર, મણિ માણેક, વસ્ત્ર, આભરણ, હાથી, ઘોડા વિગેરેનું મહાદાન આપે છે. વર્ષ સુધી આવું વિશાળ દાન આપવાથી તીર્થકરને કીર્તિ પટહ આખા વિશ્વમાં વાગે છે. ત્યાર પછી તેઓશ્રી દીક્ષા લે છે તે વખતે દેવો આઠ દિવસનો મહોત્સવ નંદીશ્વર દ્વીપ કરે છે. તીર્થંકર પિતાને હાથે જ દીક્ષા લે છે. મોક્ષની પ્રાપ્તિ માટે બદ્ધકચ્છ, યતિધર્મ પાળવા તૈયાર અને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવપર મમતા રાખનાર તીર્થંકર પૃથ્વીપર વિહાર કરે છે અને પ્રાપ્ત થતા સર્વ પરીષહ અને ઉપસર્ગો સહન કરે છે. બાહ્ય અને અંતરને સર્વ પરિગ્રહ ત્યાગી આવી રીતે નિગ્રંથ થયેલા તીર્થકર મૈત્રી પ્રમોદ કરૂણા અને માધ્યસ્થ ભાવની સ્થિરતાને પરિણામે અને ક્ષમા, માનત્યાગ, માયાત્યાગ, લભત્યાગને લીધે જે ઔદાર્ય, ગાંભીર્ય, ધૈર્ય, મર્યાદિત આર્યત્વ, દયાળુત્વ, અનુદ્ધતત્વ, સદાચારીત્વ, મન વચન કાયાનું એકત્વ, સત્યત્વ, સર્વજનહિતેચ્છત્વ, પ્રભુત્વ, જિતેંદ્રિયત્વ, ગુણરાગત્વ, મમતારહિતત્વ, સમાનભાવીત્વ, નિર્ભયત્વ, નિર્દોષ હોય છે તેવું ત્રણ લેકમાં કોઇપણ દેવ અસુર કે મનુષ્યમાં [ચાલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy