________________
૧૬૨૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૬ વૃત્તિ નગરીમાં બેસે છે, મેજ કરે છે અને નિજગુણામાં રમણ કરે છે.
૧. ઉત્તમોત્તમ પ્રાણીઓનું વર્ણન કરતાં શ્રીતત્ત્વાર્થસૂત્રના ભાગકાર કહે છે यस्तु कृतार्थोऽप्युत्तममवाप्य धर्म परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्योऽप्युत्तम इति पूज्यतम gવા “જે ભાગ્યવાન પ્રાણ મહા ઉત્તમ ધર્મને પ્રાપ્ત કરીને તેને ઉપદેશ બીજાને આપે છે તે પ્રાણી ઉત્તમોત્તમ છે અને સર્વથી વધારે પૂજ્ય છે.” ક્ષેમંકરગણિ ષટપુરૂષ ચરિત્રમાં આ ઉત્તમોત્તમ પ્રાણીને અંગે તીર્થકર મહારાજની વાર્તા કરે છે તેમાંને અતિ આનંદદાયી ભાગ જેની વિગત ઉપર પ્રકરણમાં આવી નથી તે અહીં ઉતારી લઈએ છીએ. તેઓશ્રી જણાવે છે કે “તીર્થકર નામકર્મનો વિપાક ભગવનાર, ત્રણ લોકના ઈશ્વર, ત્રણ લોકના નાથ, ત્રણ લોકમાં પૂજનીય, ત્રણે લોકમાં સ્તુતિ કરવા લાયક, ત્રણ લોકમાં ધ્યાન કરવા યોગ્ય, નિર્દોષ, સર્વ ગુણોથી સંપૂર્ણ મહાત્મા તીર્થંકરે ઉત્તમોત્તમ વિભાગમાં આવે છે. એવા વિશુદ્ધ મહાત્માઓ અવ્યવહારરાશિમાં હોય છે ત્યારે પણ ગુણમાં અન્ય જીવ કરતાં વધારે હોય છે, પણ તેનું રત્વ ઢંકાયેલું રહે છે. વ્યવહારરાશિમાં આવે ત્યારે જે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તે ચિંતામણિ રન્ન થાય છે, અપકાયમાં જાય તો તીર્થજળમાં ઉત્પન્ન થાય છે, અગ્નિકાયમાં જાય તો યજ્ઞ કે મંગળદીપકની અગ્નિ થાય છે, વાઉકાયમાં જાય તે વસંતકાળને શીતળ મૃદુ સુગંધી પવન થાય છે, વનસ્પતિકાયમાં જાય તો કલ્પવૃક્ષ આંબા કે પ્રતાપી ઔષધી થાય છે અને એવી જ રીતે બે ઇંદ્રિયમાં દક્ષિણાવર્ત શંખ થાય છે, તિર્યંચ પંચંદ્રિયમાં ઉત્તમ ગજ કે અશ્વ થાય છે અને એવી રીતે સર્વ ગતિમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે. છેવટે જ્યારે તીર્થંકર થવાના હોય છે ત્યારે તેમની માતા અવનકાળે ચૌદ મોટાં સ્વપ્ન દેખે છે, તેઓ ગર્ભકાળથી ત્રણ જ્ઞાન સહિત હોય છે, ગર્ભકાળમાં દેવે તેમના પિતાનાં ઘરમાં ધનધાન્યની સમૃદ્ધિ કરે છે, તેમની માતાને ગર્ભની વેદના થતી નથી, મહા ઉત્તમ દેહદો થાય છે અને દયા અનુકંપા કરવા મન થાય છે, તેમના પિતાને ઘણા હર્ષ થાય છે, અન્યથી પરાભવ થતો નથી, આજ્ઞા વધારે સારી રીતે પ્રસરે છે, યશકીર્તિમાં વધારે થાય છે અને વિપત્તિઓ દૂર થાય છે. તેમના જન્મસમયે સર્વ ગ્રહો ઉચ્ચ હોય છે, ત્રણ લોકમાં સર્વ સ્થળે પ્રકાશ થાય છે, નારકીના જીવોને પણ શેડો વખત સુખ થાય છે, દેવતાઓ ર સેના રૂપા વસ્ત્ર વિગેરેની વૃષ્ટિ કરે છે, જય જય શબ્દના ઉચ્ચારથી આકાશ અને પૃથ્વીને ગજાવી મૂકે છે, સાંધી શીતળ પવન સર્વત્ર થાય છે અને સમુદ્ર કિલ્લોલ કરી વધારે ઊછળે છે. માતાનું પ્રતિ કાર્ય છપન દિકુમારીઓ કરે છે, મેરૂપર્વત ઉપર જઈ ઇદ્રો અને દેવ પ્રભુનો જન્માભિષેક કરે છે અને તે વખતે આખુ જગત આનંદમય થાય છે. તે વખતે વળી દેવ અસુર મનુષ્ય અને પશુ પક્ષીઓનું પરસ્પર વૈર નાશ પામે છે, ડાકિની શાકિની પરાભવ કરી શકતી નથી, ઉપદ્રો ઉત્પન્ન થતા નથી, સૂર્યાદિક ગ્રહો લોકોને શાંતિ કરે છે, જેનાં મન પરસ્પર પ્રીતિવાળાં થાય છે, દૂધ ધી તલ શેરડી વિગેરે પદાર્થોમાં રસની વૃદ્ધિ થાય છે, વનસ્પતિમાં ફળ અને ફ. લને વધારે થાય છે, ઔષાધઓનો પ્રભાવ અધિક થાય છે, ખાણોમાં રસુવર્ણ વધારે ઉત્પન્ન થાય છે, પુપોની સુગંધીમાં મેટો વધારે થાય છે અને નિધાનો જમીનમાં ઊંડા હોય તે ઉપર આવે છે. પ્રભુના જન્મસમયે મંત્ર સાધનારની
[ચાલુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org