________________
પ્રકરણ ૧૫] ૬. વરિષ્ઠ રાજ્ય.
૧૬૧૯ ૧. વળી એ વરિષ્ઠ રાજાનું શરીર ઘણું સુગંધવાળું હોય છે, કેઈ
૧ અહીં ભગવાનના અતિશયનું વર્ણન ચાલે છે, તેમાં ચાર અતિશય ભગવાન જન્મે ત્યારથી હેાય છે, એગણીશ અતિશય દેવતાઓ કરે છે અને ઘાતી કર્મ ખપવાને લીધે અગીઆર અતિશય તીર્થકરપણાની ઋદ્ધિને અંગે થાય છે. આ ચોવીશ અતિશયો ઘણું અદ્ભુત અને મનહર છે. આ હકીકતને મૂળ નજરે તપાસતાં એમ જણાય કે અરિહંતના બાર ગુણો ગણાવ્યા છે તેમાં આઠ મહાપ્રતિહાર્ય અને ચાર મૂળ અતિશયો ગણાવ્યા છે તે ચાર મૂળાતિશયો પૈકી પાછળના બે અતિશયમાં તેનો સમાવેશ થાય છે. ચાર મૂળાતિશયો નીચે પ્રમાણે છે.
(૧) જ્ઞાનાતિશય. (૨) વચનાતિશય. (૩) પૂજાતિશય. (૪) અપાયાપગમાતિશય.
પ્રથમ જ્ઞાનાતિશયથી કૈવલ્યજ્ઞાનદર્શનથી ભૂત ભવિષ્ય વર્તમાન વસ્તુ ભાવ અને ધમને ઉત્પાદ વ્યય અને ધ્રુવપણે જાણવા અને દેખવા. મતલબ તીર્થકર મહારાજને સંપૂર્ણ જ્ઞાન હોય છે અને આ દુનિયામાં કોઈ એ ભાવ કે ચીજ થઈ નથી છે નહિ કે થવાની નથી જે તેમનાં જાણવા દેખવામાં ન આવે.
બીજા વચનાતિશયથી તીર્થંકર મહારાજ દેશના આપે તે પાંત્રીશ ગુણયુક્ત હોય. તેમની વાણીમાં પાંત્રીશ ગુણે સ્પષ્ટ જણાય. તે પાંત્રીશ વાણીના ગુણો નીચે પ્રમાણે છે.
૧. સ્થાનને યોગ્ય સંસ્કારી ભાષા અર્ધમાગધી સહિત બેલે. (સંસ્કારત્વ)
૨. ઊંચા સ્વરે દેશના આપે જેથી એક યોજન પ્રમાણુ સમવસરણમાં બેઠેલા સર્વ સાંભળી શકે. (ઉચ્ચત્વ)
૩. ભાષામાં ગ્રામ્ય પ્રયોગ ન આવે, તુચ્છ ભાષા ન આવે. (અગ્રામ્યત્વ) ૪. મેઘની જે ગંભીર સ્વર ચાલ્યો આવે, ગરવ સહિત બોલે. (ગંભીરત્વ)
૫. પ્રતિઘોષ સાથે, વાજિત્રમાં ભળે તેવી રીતે શબ્દ ૪ ટ પડે તેમ બેલે. (પ્રતિનાદ વિધાયિત્વ)
૬. સાંભળનારને માનસહિત ઉદ્દેશીને બેલે. (દક્ષિણત્વ)
૭. સાંભળનારને રાગ ઉત્પન્ન થાય અને તે પોતાને ઉદેશીને બોલાય છે એમ લાગે તેમ બોલે. (ઉપનીતરાગત્વ) આ સાત ગુણે “શબ્દ” આશ્રયી થયા.
૮. ઘણું પુષ્ટ અર્થવાળી ભાષા બોલે. (મહાર્યતા) ૯. પૂર્વાપર અવિરોધપણે બેલે. (અવ્યાહતત્વ)
૧૦. કહેનારની મહત્તા લાગે તેમ, આ વચન આવા મહાત્માથી જ નીકળે તેવી વાતો બોલે. (શિષ્ટત્વ)
૧૧. એવું સ્પષ્ટ બેલે કે સાંભળનારના મનમાં જરા પણ શંકા ન રહે. (સંશયા સંભવ)
૧૨. દૂષણ વગરનું અને ફરીવાર પૂછવું ન પડે એવું બોલે. (નિરક્તાન્ય ઉત્તર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org